જમીન સર્વેમાં ગોટાળા સામે ખેડૂતોમાં રોષ, રસર્વે કરાવવાની માંગ સાથે ઉગ્ર દેખાવો

રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીનના રી-સર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી રીસર્વેની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. સેટેલાઇટ દ્વારા ચાલી રહેલી માપણી માં એક બે ગુંઠાથી માંડીને કામરેજ અને ઓલપાડ જેવા તાલુકાઓમાં તો ખાતેદારની જમીનના બે ભાગ પૈકીના ચાર ચાર વિઘાના ભાગ આખે આખા ગાયબ થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે.
જમીન સર્વેમાં ગોટાળા સામે ખેડૂતોમાં રોષ, રસર્વે કરાવવાની માંગ સાથે ઉગ્ર દેખાવો

ચેતન પટેલ/સુરત : રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીનના રી-સર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી રીસર્વેની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. સેટેલાઇટ દ્વારા ચાલી રહેલી માપણી માં એક બે ગુંઠાથી માંડીને કામરેજ અને ઓલપાડ જેવા તાલુકાઓમાં તો ખાતેદારની જમીનના બે ભાગ પૈકીના ચાર ચાર વિઘાના ભાગ આખે આખા ગાયબ થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે.

રાજ્યના 33 જિલ્લામાં ચાલી રહેલી કામગીરી સામે ભારે વિરોધ ન આવતા આખરે સરકારે ખેડૂતોની વાંધા અરજી માટેની સમય મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો કરી આગામી તારીખ ૩૧મી માર્ચ કરી છે, પરંતુ આ મુદ્દે રાજ્યભરના વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા પ્રમોલગેશનની ખોટી પદ્ધતિ જ રદ કરવાની માંગણી ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર પ્રક્રિયામાં ડી.આઈ.એલ.આર અને ડિજિટલ કામગીરી કરતી એજન્સી દ્વારા ભેગા મળીને મોટાપાયે ગોબાચારી આચરવામાં આવી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. 

ખાસ કરીને ગોચર પોત ખરાબા અને ઘાર ખરાબાની જમીન ઉપર પણ સેટેલાઈટ સર્વેમાં ચેડા કરતા હોવાનું બહાર આવ્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે ખેડૂતની જમીનના સર્વે માં ભૂલ હોય તો એ સુધારવા માટે સરકાર ડી.આઈ.એલ.આર સાથે સેટેલાઈટ મેપ ઇનની કામગીરી કરવાના બદલે ખેડૂતે જાતે ફરિયાદી બની ધરમધક્કા ખાવાની સ્થિતિમાં મુકી દેવાયા છે. આ સમગ્ર પ્રક્રિયા ખોટી રીતે ચાલી રહી હોવાનું ખેડૂત સમાજના સભ્યો જણાવી રહ્યા છે. 

ખેડૂત સમાજની માંગ છે કે દરેક ખેતરમાં પોઇન્ટ નક્કી કરી સેટેલાઇટ સાથે લિંક કરી થવું જોઈએ. જેથી આવી બોલ નહીં આવે પરંતુ હકીકતમાં એક ગામમાં પોઇન્ટ નક્કી કરીને આખા ગામની ખેતીની જમીનનો સર્વે કરાઈ રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયાની છતી નો લાભ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે અને ખેડૂતો તેનો ભોગ બની રહ્યા છે જો આ સંજોગોમાં માપણી રદ કરવાને બદલે ફરિયાદ ની અરજી કરવાની લંબાવવામાં આવી છે. જો રિસર્વેની કામગીરી નહી થાય તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news