Corona ને નામે ખાનગી હોસ્પિટલોની લૂંટ, ઇન્જેક્શનનાં નામે દર્દીના સગાના ખીસ્સા ખંખેરી લેવાય છે
શહેરમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલોએ રેમડેસીવીર ઈન્જેક્શન નામે વેપાર શરૂ કર્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીઓને 5400 રૂપિયાના રેમડેસીવીર લેવા માટે મજબુર કરાઈ રહ્યા છે. દર્દીના સગા 900 રૂપિયામાં મળતા ઝાયડ્સના ઈન્જેકશનની માંગ કરે તો પણ 5400 રૂપિયાના ઈન્જેકશન જ છે, એ જ લેવા પડશે તેવું સ્પષ્ટ કહેવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિપત્ર કરી તમામ ખાનગી કોવિડ હોસ્પિટલને જરૂરી રેમડેસીવીર ઈન્જેકશનના ડોઝ હોસ્પિટલના લેટરપેડ પર પોતાના કર્મીના માધ્યમથી લેવા માટે જાણ કરાઈ રહી છે. જો કે ખાનગી હોસ્પિટલ દ્વારા 5400 રૂપિયાના ઇન્જેક્શન લેવા માટે દર્દીના સગાને ફરજ પડાઈ રહી છે.
Trending Photos
અમદાવાદ : શહેરમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલોએ રેમડેસીવીર ઈન્જેક્શન નામે વેપાર શરૂ કર્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીઓને 5400 રૂપિયાના રેમડેસીવીર લેવા માટે મજબુર કરાઈ રહ્યા છે. દર્દીના સગા 900 રૂપિયામાં મળતા ઝાયડ્સના ઈન્જેકશનની માંગ કરે તો પણ 5400 રૂપિયાના ઈન્જેકશન જ છે, એ જ લેવા પડશે તેવું સ્પષ્ટ કહેવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિપત્ર કરી તમામ ખાનગી કોવિડ હોસ્પિટલને જરૂરી રેમડેસીવીર ઈન્જેકશનના ડોઝ હોસ્પિટલના લેટરપેડ પર પોતાના કર્મીના માધ્યમથી લેવા માટે જાણ કરાઈ રહી છે. જો કે ખાનગી હોસ્પિટલ દ્વારા 5400 રૂપિયાના ઇન્જેક્શન લેવા માટે દર્દીના સગાને ફરજ પડાઈ રહી છે.
એક દર્દીને 6 રેમડેસીવીર ઇન્જેક્શન આપવાના હોય છે. 5400 રૂપિયા લેખે 6 ઈન્જેકશનનો ખર્ચ 32,400 રૂપિયા થાય છે. જો દર્દીને ઝાયડ્સના ઈન્જેક્શન આપવામાં આવે તો 5400 માં 6 ઈન્જેકશન આપી શકાય છે. 5400 રૂપિયામાં જે ખર્ચ પતી શકે છે તેના બદલે દર્દીના સગાઓ 32,400 રૂપિયા ખર્ચવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં અપાઈ રહેલા 5400 રૂપિયાના એક ઈન્જેકશનના ખર્ચમાં ઝાયડ્સના 6 ઇન્જેક્શન દર્દીને આપી શકાય છે. રેમડેસીવીર ઇન્જેક્શનના નામે દર્દીઓના ખીસા ખંખેરવાનો ચાલી રહ્યો છે ગંદો ખેલ ઝાયડ્સના સસ્તા રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે સતત લોકો ઝાયડ્સ હોસ્પિટલ ખાતે લાઇનો લગાવી રહ્યા છે.
આ અંગે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રેમડેસીવીર ઇન્જેક્શનની સર્જાયેલી અછત મામલે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. તમામ રાજ્યના ડ્રગ્સ કન્ટ્રોલરને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવા કરી તાકીદ કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓને અપાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત અંગે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેમડેસીવીર ઇન્જેક્શનની સર્જાયેલી આછત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કાળા બજારીઓ તેમજ સંગ્રહખોરોને કારણે રેમડેસીવીરની અછત ના સર્જાય તે અંગે ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું. પુરતી સંખ્યામાં ઇન્જેક્શનનો જથ્થો હોસ્પિટલને મળી રહે તે માટે વ્યવસ્થા કરવા જણાવાયું છે. હાલ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જરૂરી પગલાં ભરી જાણ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
We regret to inform that #REMDAC #Remdesivir from #ZydusCadila will not be available from 10th April, 2021.
We, as always, will stand by you in these trying times and we shall update as soon as the stocks are available.#COVID19 #COVID19medication #ZydusHospitals #Ahmedabad pic.twitter.com/i9O8DVWCE8
— Zydus Hospitals (@ZydusHospitals) April 9, 2021
જો કે બીજી તરફ ઝાયડસ હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન ખુટી ગયા હોવાની જાહેરાત કરવામાં આવી છે. ઝાયડસ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે, હાલ ઇન્જેક્શનનો જથ્થો ખુટી પડ્યો છે. જેથી કોઇ પણ દર્દીએ આ ઇન્જેક્શન માટે લાઇન લગાવવી નહી. જ્યારે જથ્થો ઉપલબ્ધ થશે ત્યારે ફરી જાહેરાત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે