amrish der

અમરિષ ડેર વિશે પાટીલનો યુ ટર્ન, હવે કહ્યું-કોઈ કોંગ્રેસીને ભાજપમાં લેવામાં નહિ આવે

ભારે રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ (cr patil) રાજકોટની મુલાકાતે છે. નવા મુખ્યમંત્રીની નિમણૂંક બાદ પહેલીવાર પાટીલ રાજકોટની મુલાકાતે છે, ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમરિષ ડેર મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં તેમને આમંત્રણ નથી આપ્યું, અમરીશ ડેર જ નહિ, હું કોઈ પણ કોંગ્રેસીને ભાજપમાં લેવા તૈયાર નથી. સાથે જ પાટીદાર આંદોલનના 78 કેસ પાછા ખેંચાશે તેવુ નિવેદન પણ આપ્યું છે. 

Nov 20, 2021, 11:10 AM IST

કોંગ્રેસના યુવા નેતા માટે સીઆર પાટીલે લાલ જાજમ પાથરી, પાર્ટીમાં જોડાવા જાહેરમાં આપ્યું આમંત્રણ

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ (gujarat bjp) નું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ (congress) ના એક ધારાસભ્યને પોતાના પક્ષમાં આવવા ખુલ્લુ આમંત્રણ આપ્યું છે. જાહેર મંચ પર પાટીલે આપેલા એક રાજકીય નિવેદનથી બંને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગણગણાટ શરૂ થયો છે. 

Nov 18, 2021, 02:48 PM IST

Amrish Der ના સમર્થનમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

રાજુલા (Rajula) ના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેની જગ્યાને લઇને છેલ્લા 16 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

Jun 23, 2021, 04:50 PM IST

Railway Station ઉપર ઉપવાસ આંદોલન, પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી

અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત થતાં તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમના સમર્થકોએ વેરાઈ પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડીને અટકાવી હતી.

Jun 17, 2021, 07:21 PM IST

સરકાર સામે ફરિયાદ કર્યા વગર પોતાની રીતે નાગરિકોની મદદ કરી રહેલો અનોખો MLA

 કોરોના મહામારીમાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની કામગીરી ખુબ બિરદાવવા લાયક છે. કોવિડ 19ના દર્દીઓની હાલાકી ઓછી થાય તેમને મદદ થાય તે દિશામાં તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં કોરોના મહામારી વચ્ચે કાર્યકરોના ટોળા એકત્ર કરવાનાં બદલે ફોન પર નાના જુથમાં પોતાના કાર્યકરોને મોકલીને લોકસંપર્ક કરી રહ્યા છે. રાજ્ય સરકાર કે અર્ધસરકારી કોલેજ, ખાનગી મેડિકલ કોલેજનાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે હાલમાં જ એમ.બી.બી.એસ પુર્ણ કર્યું હોય તેવા તબીબોની સેવા સરકારે લેવી જોઇએ તેવી રજુઆત અંબરીશ ડેર દ્વારા કરાઇ હતી. જેને યોગ્ય ગણીને આખા રાજ્યના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તેનો લાભ પ્રજાને મળ્યો છે. 

Apr 25, 2021, 09:53 PM IST

ભૂખ્યા લોકો માટે રસોડું શરૂ કરીને ધારાસભ્ય અમરીશ ડેરે સામાજિક જવાબદારી નિભાવી

  • સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભૂખ્યાને રોટલો આપવો એ કામ સંતોએ તો કર્યું છે, પરંતુ ધારાસભ્ય દ્વારા રાજુલા વિસ્તારમાં ટિફિનસેવા શરૂ કરાઈ

Feb 9, 2021, 09:55 AM IST

રાજુલમાં તમે ભુખ્યા હશે તો ઘરે બેઠા મળી જશે ટિફિન, MLA અમરીશ ડેર, માયાભાઇ આહીરનું અનોખું અભિયાન

સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભૂખ્યાને રોટલો આપવો એ કામ સંતોએ તો કર્યું છું પરંતુ ધારાસભ્ય દ્વારા આજથી રાજુલા વિસ્તારમાં ટિફિનસેવા શરૂ થઇ છે. જે પ્રેરણાદાયી પગલું ગણી શકાય તેમ છે. સામાન્ય રીતે ભૂખ્યાને ભોજન આપવું સૌરાષ્ટ્રની પરંપરા રહી છે. જો કે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા વિસ્તારમાં કોઈ અપંગ અશકત ભૂખ્યું સૂતું હોય તેને તેમના ઘર સુધી રોજ સાંજે ટિફિન પહોંચાડી દરિદ્રનારાયણની અનોખી સેવા કરવાનો તેમનો આ પ્રયાસ સમગ્ર વિસ્તારના લોકોએ આવકાર્યો છે. 

Feb 8, 2021, 12:13 PM IST

પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે શરૂ કર્યું એક નોખું અભિયાન

લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં એક દહેશત ફેલાઇ છે. લોકો ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પૂરાઈ અને ગુંગળામણ અને ડરનો અહેસાસ કરી રહ્યા છે. આવું જવલ્લે જ અનુભવવા મળતું હોય છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઘરમાં પૂરાયેલા માણસની વેદનાને સાંભળી અને પાજંરે પુરાયેલા પક્ષી જે વર્ષોથી ગુલામીમાં જીવન પસાર કરે છે તો એ અબોલ પક્ષીઓની વેદના કેવી હશે આ વિચારને તેમણે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ મુકી અને પક્ષીઓની આઝાદી માટેની એક મુહિમ શરૂ કરી છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.

May 30, 2020, 11:50 AM IST
0612 MLA Amrish Dare protested again the government PT1M52S

કોંગ્રેસી MLA અમરીશ ડેરે ખેડૂતો સાથે ટાઢો ટુકડો ખાધો...

કોંગ્રેસી MLA અમરીશ ડેરે ખેડૂતો સાથે ટાઢો ટુકડો ખાધો હતો. ખેડૂતો સાથે બેસીને ટાઢો ટુકડો ખાઇને ગુજરાત સરકાર અને તેમની નીતિનો વિરોધ કર્યો હતો.

Dec 6, 2019, 07:20 PM IST

સુરત Video : ચાલુ કાર્યક્રમમાં પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા હતા, તે ધડામ કરીને તૂટ્યો 

વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા અને અમરેલીમાં ભાજપ માટે જાયન્ટ કિલર બનેલા પરેશ ધાનાણી હાલ જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતના ખાનગી કાર્યક્રમમાં તેમની સાથે ગજબની દુર્ઘટના બની હતી. પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા એ સોફો ધડામ કરીને તૂટ્યો હતો.

Apr 10, 2019, 01:01 PM IST
Sofa broke down while congress leader Paresh Dhanani on stage PT1M46S

Videoમાં જુઓ દ્રશ્યો, કેવી રીતે પરેશ ધાનાણીનો સોફો તૂટ્યો

વિપક્ષના ફાયરબ્રાન્ડ નેતા અને અમરેલીમાં ભાજપ માટે જાયન્ટ કિલર બનેલા પરેશ ધાનાણી હાલ જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સુરતના ખાનગી કાર્યક્રમમાં તેમની સાથે ગજબની દુર્ઘટના બની હતી. પરેશ ધાનાણી જે સોફા પર બેસ્યા એ સોફો ધડામ કરીને તૂટ્યો હતો.

Apr 10, 2019, 01:00 PM IST

ગૃહમાં ગુંડાગર્દી: કોંગ્રેસના 2 ધારાસભ્ય 3 વર્ષ માટે અને એક ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ

આજે મંગળવારે સવારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના અમરીશભાઇ ડેર, બળદેવજી ઠાકોર અને પ્રતાપભાઇ દુધાત દ્વારા ગૃહમાં ગુંડાગર્દીના દ્વશ્યો સર્જાયા છે. કોંગ્રેસના અમરીશભાઇ ડેર દ્વારા ભાજપના જગદીશ પંચાલ પર માઇક વડે હુમલો કર્યો હતો. 

Mar 14, 2018, 06:02 PM IST

VIDEO: ગુજરાત વિધાનસભામાં ગુંડાગર્દી વિશે Dy.CM નિતીન પટેલે કંઇક આવું કહ્યું

ગુજરાત વિધાનસભામાં આજે ખૂબ જ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી લજવાઇ છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ સમગ્ર હોબાળાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

Mar 14, 2018, 03:50 PM IST