રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ અંગે કરી મોટી જાહેરાત, ચૂંટણી લડવા અંગે થયો ખુલાસો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જન સંકલ્પ રેલી બાદ હાર્દિક પટેલ અંગે મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીની પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલની ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા થઇ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ચૂંટણી જીતશે. અહીં નોંધનિય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે વિવિધત રીતે કોંગ્રેસમાં જોડાયો છે. 

રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ અંગે કરી મોટી જાહેરાત, ચૂંટણી લડવા અંગે થયો ખુલાસો

અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે જન સંકલ્પ રેલી બાદ હાર્દિક પટેલ અંગે મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીની પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલની ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા થઇ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ચૂંટણી જીતશે. અહીં નોંધનિય છે કે, પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે વિવિધત રીતે કોંગ્રેસમાં જોડાયો છે. 

ગુજરાતમાં 58 વર્ષ બાદ યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી બાદ બપોરે અડાલજ ખાતે જન સંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ડો.મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી સહિત નેતાઓની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ આજે વિવિધત રીતે કોંગ્રેસમાં જોડાયો હતો. જન સંકલ્પ રેલી બાદ રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક પટેલની ચૂંટણી લડવા અંગે મોટી સ્પષ્ટતા કરી હતી. હાર્દિક પટેલને ચૂંટણી લડાવાશે કે કેમ? પત્રકાર દ્વારા આ સવાલ પુછાતાં રાહુલ ગાંધીએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે, હાર્દિક ચૂંટણી જીતશે. 

જુઓ LIVE TV 

રાહુલ ગાંધીએ જનસંકલ્પ રેલીમાં જનતાને સંબોધતાં સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અને દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું હોવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાંથી તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓને મદદ કરવાની વાત પણ કહી હતી....( મોદીના ગઢમાં રાહુલનો ખોંખારો )

પ્રિયંકા ગાંધીએ સાબરમતી આશ્રમની મુલાકાતથી ભાવવિભાર થયાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, આ દેશ આપણો છે, આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે. બહેનોએ બનાવ્યો છે. દેશની સંસ્થાઓ તોડવામાં આવી રહી છે. જ્યાં જુઓ ત્યાં નફરત ફેલાવાઇ રહી છે. આ દેશની ફિતરત છે કે નફરતની હવાઓ કરૂણા પ્રેમમાં બદલાશે, ગાંધીજીએ અહીંથી આઝાદી જંગની શરૂઆત કરી હતી, હું આશા રાખું છું કે તમે અહીંથી શરૂઆત કરો...વધુ વાંચો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news