વર્ષે લાખોનો પગાર છતાં આખા પરિવારે સરકારી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું હોવાનો આક્ષેપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર હેમતલાલ ઝાંખરીયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. હિતેન્દ્ર ઝાંખરીયા ગુજરાત સરકારના ક્લાસ ટુ અધિકારી છે. તેમની આવક મર્યાદા સરકારના મા કાર્ડના ધારાધોરણ મુજબ ત્રણ ગણી વધારે છે.
Trending Photos
ગૌરવ પટેલ, રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટે ખોટા આધાર પુરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું હોવાના આક્ષેપ સાથે કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને રજુઆત કરાઈ છે. રાજકોટના કલાસ - 2 અધિકારી કે જે વર્ષે લાખોનો પગાર પાડે છે તેમની પાસે પણ સરકારની મફત સારવાર યોજનાનું આયુષ્યમાન કાર્ડ હોવાનું ખુલ્યું છે. સિવિલ હોસ્પિટલના ચીફ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હિતેન્દ્ર હેમંતલાલ ઝાંખરીયાએ ખોટા આધાર પુરાવા રજૂ કરી આખા પરિવારનું કાર્ડ કઢાવ્યું હોવાના આક્ષેપ સાથે કૌભાંડ અંગે ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને રજુઆત કરાઈ છે.
અરવિંદભાઈ મણિયારનગર, હુડકો ક્વાર્ટરમાં રહેતા કિશનભાઈ રાઠોડે પોલીસ કમિશ્નરને એક રજુઆત કરી છે. તેમણે રજુઆતમાં આક્ષેપો સાથે જણાવ્યું છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રકુમાર હેમતલાલ ઝાંખરીયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી છે તેવા આક્ષેપો થતા રહ્યા છે. હિતેન્દ્ર ઝાંખરીયા ગુજરાત સરકારના ક્લાસ ટુ અધિકારી છે. તેમની આવક મર્યાદા સરકારના મા કાર્ડના ધારાધોરણ મુજબ ત્રણ ગણી વધારે છે.
હિતેન્દ્ર હેમતલાલ ઝાંખરીયા, ભાવનાબેન હિતેન્દ્ર કુમાર ઝાંખરીયા અને તેમના પુત્ર શ્રેયાંશએ ઓછી આવકના દાખલા રજુ કરી આયુષ્માન ભારત કાર્ડ મેળવેલું છે એવું ધ્યાન પર આવ્યું છે. હિતેન્દ્ર ઝાંખરીયાના પત્ની ભાવનાબેને આ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી તા.22/3/2022 ના રોજ એમઆરઆઈ કઢાવેલ છે. તેની સ્લીપ પણ રજુઆત સાથે સામેલ કરાઈ છે. સરકારની આ યોજના જરૂરિયાત મંદ ગરીબ, મધ્યમવર્ગના વ્યક્તિઓ માટે છે. ગરીબ લોકો સારવારનો ખર્ચ ન ઉપાડી શકતા હોય તેઓ મા કાર્ડ કે આયુષ્માન ભારત કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે.
પરંતુ જ્યારે વર્ગ - 2 ના ગેજેટેડ અધિકારી હિતેન્દ્ર ઝાંખરીયા દ્વારા ખોટા આધાર પુરાવા ઉભા કરીને કાર્ડ મેળવવામાં આવ્યું છે, તો તેમની સામે અને તેમના પરિવારમાં જેમણે પણ ખોટી રીતે કે ખોટા આધાર પુરાવા ઉભા કરીને કાર્ડ મેળવેલ છે તેમની સામે ફોજદારી રાહે પગલા લેવા. જોકે નર્સિંગ સુપ્રીટેન્ડનટ હિતેન્દ્ર ઝાંખરિયાએ કહ્યું હતું કે, કોરીના સમયે કોરોના વિરિયર્સને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ(આયુષમાન ભારત કાર્ડ) કાઢી આપવામાં આવ્યું હતું.
મેં કોઈ જ પુરાવાઓ ખોટા રજૂ કર્યા નથી. પાન કાર્ડ અને નર્સિંગનું આઈકાર્ડ આપ્યું હતું. આવકનો દાખલો પણ અમારી પાસે માંગ્યો નથી. અરજદારે જે અરજી કરી છે તેમ 18 લાખ પગાર લખ્યો છે જે ખોટી વાત છે અને તેનો અડધો પગાર મારો થાય છે. મારા પત્નીની સારવાર કરી પણ તે સિવિલ હોસ્પિટલમાં જ કરી છે. આ આક્ષેપોને હિતેન્દ્ર ઝાંખરિયાએ નકાર્યા હતા. અને કહ્યું હતું કે, અરજદારને સિવિલ હોસ્પિટલમાંથી કોન્ટ્રાક્ટરે છૂટો કરી દીધો હોવાથી અવાર નવાર અરજીઓ કરી હેરાન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે