રાજકોટમાં પોલીસની દાદાગીરી, ઈંડા ખાધા પછી રૂપિયા ન આપ્યા, અને માંગ્યા તો સગીરને માર માર્યો

DCB Constable Hit Common Man : રવિવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી પોતાના સાત મિત્રો સાથે ઈંડાની લારીએ ખાવા આવ્યા હતા. લારી સંચાલક રજાકે તેમની પાસેથી બિલના રૂપિયા મંગ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચના ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો

રાજકોટમાં પોલીસની દાદાગીરી, ઈંડા ખાધા પછી રૂપિયા ન આપ્યા, અને માંગ્યા તો સગીરને માર માર્યો

ગૌરવ દવે/રાજકોટ :રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે શું કહેવું. પોલીસ દ્વારા નિયમોને તોડે અને કાયદાનુ ઉલ્લંઘન કરે તો તેમની સામે કોણ એક્શન લે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ફરી એકવાર પોતાની મનમાનીથી વિવાદમાં આવી છે. રાજકોટમાં ઈંડાની લારી પર નાસ્તો કર્યા બાદ રૂપિયા ન આપવા બાબતે બબાલ થઈ હતી. ‘અમે પોલીસ છીએ કહી’ રૂપિયા ન આપ્તા ને વેપારીના સગીર પુત્રને માર માર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચમાં કાર્યરત ધમભા ઝાલા, ગજુભા પરમાર સહિતના પોલીસ કર્મીઓએ સગીરને માર માર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. સગીર વયના પુત્રને માર મારતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના હેમુ ગઢવી હોલ પાસે રઝાક પીપરવાડિયા નામના શખ્સ ઈંડાની લારી ચલાવે છે. રવિવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી પોતાના સાત મિત્રો સાથે ઈંડાની લારીએ ખાવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી સંચાલક રજાકે તેમની પાસેથી બિલના રૂપિયા મંગ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાંચના ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો.  ‘અમે પોલીસ છીએ કહી’ તેમણે રૂપિયા આપવાની ના પાડી હતી.

એટલુ જ નહિ, તમામ લોકોએ રઝાકના 12 વર્ષના પુત્ર હૈદરને ધોકાથી માર માર્યો હતો. પુત્રને બચાવવા રઝાક વચ્ચે પડ્યો તો તેઓએ રઝાકને પણ માર માર્ય હતો. આમ, પોલીસની દાદાગીરીથી પિતાપુત્ર ઘવાયા હતા. આ જોઈ આસપાસનો માહોલ ગરમાયો હતો. તમામે મળીને રઝાકની લારી પર તોડફોડ કરી હતી, તમામ સામાન બહાર ફેંકી દીધો હતો. 

પિતા પુત્રની સારવાર માટે હોસ્પિટલમાં લઈને દોડ્યા હાત. ન્યાય માટે પરિવારજનોએ સવારના 5 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હતા, છતાં આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે સવાલ એ છે કે, તમે પોલીસ છો તો શું, મફતમાં ખાવાનો પરવાનો કોણે આપ્યો? પોલીસ અધિકારાઓને ખાખીના રોફ બતાવવાનો પાવર કોણે આપ્યો? વર્દી પહેરીને પોલીસ અધિકારીઓ ગમે તેવી મનમાની કેવી રીતે કરી શકે? શું આવા પોલીસ અધિકારીઓ પર પગલા લેવાશે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news