રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?, 72 કલાક બાદ પણ તપાસનો દોર ચાલુ

મહિલા ASI અને કોન્સ્ટેબલના અપમૃત્ય મામલે 72 કલાક બાદ પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ સમગ્ર મામલે હત્યા છે કે આત્મહત્યા તે FSL રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઇ શકે છે. જો કે, મહિલા ASIના સાથી ASI વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજકોટની મહિલા ASI અને કોન્સ્ટેબલની હત્યા કે આત્મહત્યા?, 72 કલાક બાદ પણ તપાસનો દોર ચાલુ

રક્ષિત પંડ્યા, રાજકોટ: મહિલા ASI અને કોન્સ્ટેબલના અપમૃત્ય મામલે 72 કલાક બાદ પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ સમગ્ર મામલે હત્યા છે કે આત્મહત્યા તે FSL રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઇ શકે છે. જો કે, મહિલા ASIના સાથી ASI વિવેક કુછડીયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મોબાઈલ લોકેશન, કોલ ડિટેઇલ, સીસીટીવી ફૂટેજ સહિત તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેરમાં ગત ગુરૂવારે મહિલા ASI ખુશ્બૂ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના લમણે ગોળી મારેલા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે આ ઘટનાના 72 કલાક બાદ પણ પોલીસ હજુ બનાવનું મૂળ કારણ શોધી શકી નથી. તો આ મામલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અલગ અલગ દિશામાં પૂછપરછ કરી તપાસ ચલાવી રહ્યાં છે.

આ સમગ્ર મામલે શંકાના દાયરામાં આવતા અન્ય એક ASI વિવેક કુઠડીયાની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, આ ઘટનાની તપાસમાં ગન પાઉડર ના મળે તો હત્યા થઇ હોવાનું માની શકાય છે. પરંતુ હત્યા છે કે આત્મહત્યા તે મામલે FSL રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થઇ શકે છે.

તો બીજી તરફ આ ચકચારી બનાવની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇળ તેમજ ઘટના સ્થળની આસપાસનાં સીસીટીવી ફૂટેજ સહિતની તમામ દિશાઓમાં તપાસ કરવા કવાયત હાથ ધરી છે. ત્યારે એફ.એસ.એલ રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવે તેવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. તો અગાઉ પણ સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યા બનાવો બની ચૂક્યા છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news