અમદાવાદ: સિવિલમાં ખાનગી કર્મચારીઓનો પડતર માગણીઓને લઇને વિરોધ સાથે રેલી

શહેરના અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગી કર્મચારીઓએ આજે સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ વિરોધ કામદારોને કાયમી કરવા, પગારભાથું વધારવા, પીએફના પૈસા જમા કરવા, ખાનગીકરણ હટાવવું સહીતના પડતર પ્રશ્નોને લઇને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

અમદાવાદ: સિવિલમાં ખાનગી કર્મચારીઓનો પડતર માગણીઓને લઇને વિરોધ સાથે રેલી

ઉદય રંજન/અમદાવાદ: શહેરના અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ખાનગી કર્મચારીઓએ આજે સિવિલ હોસ્પિટલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ વિરોધ કામદારોને કાયમી કરવા, પગારભાથું વધારવા, પીએફના પૈસા જમા કરવા, ખાનગીકરણ હટાવવું સહીતના પડતર પ્રશ્નોને લઇને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

આ રેલી માં પુરુષો સહીત મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ પણ જોડાઇ હતી. રેલીમાં સરકાર વિરોધી અને સિવિલ હોસ્પિટલ વિરોધી સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા. સાઈન બોર્ડ રાખી સરકારનો વિરોઘ કરવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ સુત્રોચાર લખેલા નજરે પડયા હતા.

સિવિલ હોસ્પિટલમાં થયેલા ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કારણે નીચલા વર્ગના કર્મચારીઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અને સરકાર વિરોધી નારા લગાવીને સિવિલમાં ખાનગીકરણ બંધ કરવા અંગે શહેર કલેક્ટરને રેલી યોજીને આવેદન પત્ર આપ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news