સુરત: દારૂ છુપાવા બુટલેગરે બનાવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, પોલીસ પણ જોઇને ચોંકી

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી પીસીબીની ટીમે રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સુરત: દારૂ છુપાવા બુટલેગરે બનાવી અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, પોલીસ પણ જોઇને ચોંકી

ચેતન પટેલ/સુરત: લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતના ખજોદગામ ખાતે કચરાના પ્લાન્ટ નજીક ભુગર્ભ ટાંકીમાંથી પીસીબીની ટીમે રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ રેડમાં હેમંત પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આમ તો દારુ છુપાવવા માટે બુટલેગરો દ્વારા અવનવી તરકીબો અજમાવતા હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશમા આવેલો વધુ એક કિસ્સો જોઇ તમે પણ ચોકી ઉઠશો. સુરત પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, ખજોદગામ નજીક આવેલા કચરાના પ્લાન્ટ નજીકના આવેલી ટાંકીના ભુર્ગભમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો સંતાડવામા આવ્યો છે.

શહેર પોલીસની પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ભુગર્ભમાંથી રૂપિયા 1.54 લાખની કિમતનો દારુનો જથ્થો મળી આવતા તેઓ પણ ચોકીં ઉઠયા હતા. ચૂંટણીમાં બુટલેગરો દારૂની હેરાફેરી અને દારૂ સંતાડવા માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ કિસ્સામાં હાલ પોલીસે આ દારૂ અંગે હેમંત પટેલ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news