ભુવાજીએ વિધિનું કર્યું નાટક, નદીના પટમાં ઝાડીમાં લઈ જઈ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી. કોણ છે એ ઢોંગી ભુવો જોઈએ એ અહેવાલમાં...

Updated By: Sep 23, 2020, 09:08 PM IST
ભુવાજીએ વિધિનું કર્યું નાટક, નદીના પટમાં ઝાડીમાં લઈ જઈ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

ઉદય રંજન, અમદાવાદ: સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી. કોણ છે એ ઢોંગી ભુવો જોઈએ એ અહેવાલમાં...

ઉપરોક્ત તસવીર ભુવાજી રઇજ રાવળની છે. જે નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરે છે. તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાજીનો સંપર્ક કર્યો. ભુવજીએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો.

આ પણ વાંચો:- ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં: પ્રદિપસિંહ જાડેજા

નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો. થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા. જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો. જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા પાછળથી ઊંચા કરી દુષ્કર્મ આચર્યું.

આ પણ વાંચો:- Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 1372 કેસ નોંધાયા, 15 લોકોના મોત

દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને ભુવાજીએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી. જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર