વીજળીનો ખર્ચ વધવાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેની પાછળ ઊંચી કોસ્ટિંગ, રો મટીરીયલના ભાવોમાં વધારો સહિતના કારણો જવાબદાર છે, તો બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં વીજળીના ભાવો પણ વધારે હોવાને કારણે ઉદ્યોગોને વીજળીનો ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે, ત્યારે એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા ઉદ્યોગકારોનો વીજળીનો ખર્ચ ઘટે તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવનાઓ એક પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે. 
 

વીજળીનો ખર્ચ વધવાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં મંદીનો માહોલ

તેજશ મોદી/સુરત: સુરતના ટેકસટાઇલ ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેની પાછળ ઊંચી કોસ્ટિંગ, રો મટીરીયલના ભાવોમાં વધારો સહિતના કારણો જવાબદાર છે, તો બીજી તરફ ઔદ્યોગિક એકમોમાં વીજળીના ભાવો પણ વધારે હોવાને કારણે ઉદ્યોગોને વીજળીનો ખર્ચ પણ વધુ થઈ રહ્યો છે, ત્યારે એમ.એસ.એમ.ઈ. મંત્રાલય દ્વારા ઉદ્યોગકારોનો વીજળીનો ખર્ચ ઘટે તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવનાઓ એક પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે. 

એનર્જી એફીસીયન્સી લિમિટેડની સાથે મળી યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને મિનિસ્ટ્રી ઓફ માઈક્રો સ્મોલ અને મીડીયમ એન્ટપ્રાઇઝ સાથે મળીને કાપડનું ઉત્પાદન કરતી મિલોમાં ચુંબકીય મોટરો સાથેની વિડીએફ ધરાવતા સ્ક્રુ કોમ્પ્રેસર સાથેની સિસ્ટમ મુકવમાં આવી રહી છે. આ સિસ્ટમ સુરતના ક્લસ્ટરમાંથી આશરે રૂ. 20 કરોડની છે. જેમાં ઉર્જા બચતની ક્ષમતા 11 મિલિયન યુનિટની છે. જે ક્લસ્ટરમાં 9900 ટન કાર્બનની બચત કરશે.

પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા

સુરતના પાંડેસરા ખાતેની જીઆઇડીસીમાં આવેલી નારાયણ પ્રિન્ટીંગ મિલ ખાતે પહેલા મશીનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. એમ.એસ.એમ.ઈ. વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુધીર ગર્ગે આ તબક્કે જણાવ્યું હતું કે, દેશભરમાં 10 જેટલા અલગ અલગ ક્લસ્ટર નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ ટેકનોલોજી મુકવામાં આવી રહી છે. જેનો ઉદ્દેશ ઉદ્યોગકારોનો ખર્ચ કેવી રીતે ઘટે અને સાથે જ પ્રદુષણ ઓછું ફેલાય તે માટેનો છે.

નારાયણ પ્રિન્ટિંગ મિલન ચેરમેન અને સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના ચેરમેન જીતુ વખારીયાનું કહેવું હતું કે, તેમની મિલમાં પહેલું મશીન મુકવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે વિડીએફ કોમ્પ્રેસર મુકવાથી તેમના વીજળી ખર્ચમાં ઘટાડો આવશે. થોડા દિવસ માટે કરવામાં આવેલા ટેસ્ટિંગમાં દરરોજ 600 થી 800 જેટલા યુનિટનો ઘટાડો થયો છે. જે ઉદ્યોગકારોને ફાયદો અપાવશે, સાથે જ આ સિસ્ટમ મુકાવવા માટે ખુદ સરકાર જ આર્થિક સહયોગ કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news