RMC Election Result: રાજકોટમાં તમામ વોર્ડના પરિણામ જાહેર, ભાજપ-68, કોંગ્રેસ-4

Local Body Election Result: રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટના 18 વોર્ડની 72 સીટોમાંથી ભાજપને 68 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટો આવી છે. 
 

RMC Election Result:  રાજકોટમાં તમામ વોર્ડના પરિણામ જાહેર, ભાજપ-68, કોંગ્રેસ-4

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ (RMC Election Result) જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરી સત્તા કબજે કરી લીધી છે. તો કોંગ્રેસનું પરિણામ 2015ની ચૂંટણી કરતા પણ વધુ ખરાબ રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડની 72 બેઠકોનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ 68 સીટો કબજે કરી લીધી છે. તો કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટ આવી છે. 

રાજકોટમાં ભાજપનો સપાટો
રાજકોટ મહાનગર પાલિકામાં પોતાના પ્રદર્શનથી ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ફટાકડા ફોડી, મિઠાઈ વેંચી ઉજવણી કરી રહ્યાં છે. તો કોંગ્રેસના કાર્યાલયમાં સોંપો પડી ગયો છે. કોંગ્રેસનું પ્રદર્શન 2015ની ચૂંટણી કરતા પણ ખરાબ રહ્યું છે. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. તો આ વખતે માત્ર ચાર સીટો મળી છે. 

રાજકોટના 18 વોર્ડના પરિણામ જુઓ, કોને કઈ સીટો મળી

વોર્ડ નમ્બર 1 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 2 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 3 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 4 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 5 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 6 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 7 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 8 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 9 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 10 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 11 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 12 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 13 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 14 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 15 માં કોંગ્રેસની પેનલ

વોર્ડ નમ્બર 16 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 17 માં ભાજપની પેનલ

વોર્ડ નમ્બર 18 માં ભાજપની પેનલ

રાજકોટ વોર્ડ નંબર 15માં કોંગ્રેસ જીતી
રાજકોટમાં માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસને પેનલને જીત મળી છે. આ સિવાય 17 વોર્ડમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ચૂંટાયા નથી. તો અપક્ષ અને અન્ય પાર્ટીઓને પણ રાજકોટમાં સફળતા મળી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news