સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પીજી સેમેસ્ટર-2 પરીક્ષાનો પ્રારંભ, પહેલીવાર 134 કેન્દ્ર ફાળવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં ક્યારેય પણ ન ફાળવવામાં આવેલ તેટલી મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે

Updated By: Aug 27, 2020, 02:34 PM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પીજી સેમેસ્ટર-2 પરીક્ષાનો પ્રારંભ, પહેલીવાર 134 કેન્દ્ર ફાળવાયા

રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra university) માં આજથી પીજી સેમેસ્ટર 2ની પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે હાલ તમામ સુરક્ષા સાધનો વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે. 6 જિલ્લાના 134 કેન્દ્ર પર 16459 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી શકશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં અથવા કોરોના પોઝિટિવ હોવાથી પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓની સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવામાં આવશે. 

ભાજપના વધુ એક ધારાસભ્યને થયો કોરોના...

કોરોના મહામારીની કસોટી સાથે સાથે વિદ્યાર્થીઓની અભ્યાસ કસોટી પણ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી અંતિમ તબક્કામાં પી.જી. ની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જેમાં 6 જિલ્લાના 136 પરીક્ષા કેન્દ્ર પર 16459 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે ખાસ કાળજી રાખી યુજીસીની ગાઇડલાઈન મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્ર પર આવતા વિદ્યાર્થીઓનું તાપમાન ચકાસી સેનેટાઇઝ કરી અને સોસીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે મુજબની બેઠક વ્યવસ્થા દરેક કેન્દ્ર પર કરવામાં આવી છે. આ સાથે જ યુનિવર્સિટી દ્વારા ચાલુ પરીક્ષા દરમિયાન કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થાય તો તે માટે રૂપિયા 1 લાખ સુધી સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે અને કન્ટેન્ટમેન ઝોનમાં રહેતા અથવા કોરોનાથી સંક્રમિત વિદ્યાર્થી હોય તો તેના માટે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં અલગથી પરીક્ષા લેવા વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોરોનાનું મોટું એપિ સેન્ટર બની ચૂક્યું છે. અહીં બિલાડીના ટોપની જેમ કોરોનાના કેસ ફૂટી નીકળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા દિવસે કોવિડ 19 નો ટેસ્ટ તેમજ હેલ્થ ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી સહિત કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે ત્યારે ગઇકાલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 25 કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલે મહાનગર પાલિકાની ટીમ દ્વારા 150 કર્મચારીઓનો સ્ક્રિનિંગ તેમજ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. 50 ટકા કર્મચારીઓ પોતાના ઘરેથી યુનિવર્સિટીનું કામકાજ કરશે, તો આગામી દિવસોમાં પણ હેલ્થ સ્ક્રિનિંગ તેમજ covid 19 ના ટેસ્ટની પ્રક્રિયા શરૂ જ રાખવામાં આવશે.

વિચિત્ર કિસ્સો, બાળકીને પગમાં દુખાવો ઉપડ્યો ત્યારે ખબર પડી કે કૂતરુ નથી કરડ્યું, પણ બંદૂકની ગોળી વાગી છે 

તો સાથોસાથ આજથી જે પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે કોઈ કાળે અટકાવવામાં નહીં આવે તેવુ જણાવાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં ક્યારેય પણ ન ફાળવવામાં આવેલ તેટલી મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી પરીક્ષા આપતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ શકે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને પોતાના ઘરની આજુબાજુનું જ પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. 

ગુજરાતના મહત્વના અન્ય સમાચાર :

વિચિત્ર કિસ્સો, બાળકીને પગમાં દુખાવો ઉપડ્યો ત્યારે ખબર પડી કે કૂતરુ નથી કરડ્યું, પણ બંદૂકની ગોળી વાગી છે 

ધર્મમાં રાજકારણ આડે આવ્યું, ગઢડાનું મોટી બા મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે પૂજારીનો મામલો વધુ ગરમાયો 

ATM તોડ્યા વગર ગાયબ થયા 24 લાખ, છત્રીવાળા માણસને શોધવા દોડી સુરત પોલીસ

ભાજપના વધુ એક ધારાસભ્યને થયો કોરોના...