પુત્રમોહમાં કડીનો પટેલ પરિવાર બન્યો હેવાન, ગળુ દબાવીને એક માસની દીકરીને મારી નાંખી

હજી પણ દીકરીઓ જ્યાં સફળતાના સાતમા આસમાને પહોંચી રહી છે, ત્યાં ક્યાં સુધી પુત્રમોહ દીકરીઓનો ભોગ લેવાશે. કડીમાં સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટના બની છે. પુત્રમોહમાં એક દીકરીનો ભોગ લેવાયો છે. ત્યારે આ બધુ ક્યારે જઈને અટકશે

પુત્રમોહમાં કડીનો પટેલ પરિવાર બન્યો હેવાન, ગળુ દબાવીને એક માસની દીકરીને મારી નાંખી

તેજસ દવે/મહેસાણા :મહેસાણામાં ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. સંતાનમાં બીજી દીકરીનો જન્મ થતા આખા પરિવારને મળીને માસુમ દીકરીનો ભોગ લીધો છે. આ ચકચારી ઘટનામાં આખો પરિવાર આરોપી સાબિત થયો છે. પોલીસની તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું ખૂલતા માતા પટેલ રીનાબેન હાર્દિકભાઈ પટેલ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, કડીના કરણનગર રોડ પરના રાજભૂમિ ફ્લેટની આ ઘટના છે. જેમાં ખુદ માતાપિતા જ હેવાન બન્યા હતા. માતાપિતાએ જન્મ લેનારી દીકરીને મોતનો રસ્તા બતાવ્યો હતો. તેમની દીકરી માત્ર 1 માસ અને 2 દિવસની હતી, અને બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી છે. રીનાબેન અને હાર્દિકભાઈના ઘરે એક વર્ષ પહેલા જ દીકરીનો જન્મ થયો હતો. તેમને સંતાનમાં આ બીજી દીકરી હતી. જોકે, તેમને પહેલા પણ સંતાનમાં ચાર વર્ષની એક દીકરી હતી, તેથી તેઓને બીજા સંતાનમાં દીકરો આવે તેવુ ઈચ્છતા હતા.

આ પણ વાંચો : કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ, સ્કૂલોમાં સંક્રમણ વધ્યું 

પરંતુ બીજી દીકરીનો જન્મ થતા જ પુત્ર મોહમાં માતા પિતા હેવાન બન્યા હતા. દીકરીના મોતને અકસ્માતમાં ખપાવવાનો તેમણે પૂરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની તપાસમાં બાળકીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ખુદ આ કિસ્સામાં ફરિયાદી બન્યા છે. અગાઉ બાળકીના મોત બાબતે અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ થઈ હતી.

આ વિશે ડીવાયએસપી આરઆર આહીરે જણાવ્યું કે, એક મહિના પહેલા બાળકીનું મોત નિપજ્યું હતું. તેના ગળામા ઈન્ફેક્શન હોવાનું તેના માતાપિતાએ જણાવ્યું હતું. જેના બાદ અમદાવાદમાં પેનલ તબીબો દ્વારા બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જેમાં બાળકીનું ગળુ દબાવાથી મોત થયુ હોવાનું ખૂલ્યુ હતું. ત્યારે પીએમ રિપોર્ટના આધારે અમે ગુનો દાખલ કર્યો છે. ત્યારે હાલ તેની માતા માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ અને દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધાઈ છે. 

આ પણ વાંચો : નાનકડું દેલાડ પણ ઐતિહાસિક દાંડી યાત્રાનું સાક્ષી રહ્યું છે, જ્યાં ગાંધીજીએ મૌન પાળ્યું હતું 

ઉલ્લેખનીય છે કે, હજી પણ દીકરીઓ જ્યાં સફળતાના સાતમા આસમાને પહોંચી રહી છે, ત્યાં ક્યાં સુધી પુત્રમોહ દીકરીઓનો ભોગ લેવાશે. કડીમાં સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટના બની છે. પુત્રમોહમાં એક દીકરીનો ભોગ લેવાયો છે. ત્યારે આ બધુ ક્યારે જઈને અટકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news