PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ શહેરને મળશે નવી ભેટ: મેયર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદના નાગરિકોને એક સાબરમતી નદીમાં વધુ એક ભેટ મળવા જઇ રહી છે. શહેરની સાબરમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવશે. 

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ શહેરને મળશે નવી ભેટ: મેયર

ઉદય રંજન/અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)ના જન્મદિવસે અમદાવાદના નાગરિકોને એક સાબરમતી નદીમાં વધુ એક ભેટ મળવા જઇ રહી છે. વડાપ્રધાન મોદી(PM Modi)ના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલી સાબરમતી(sabarmati) નદી સહિત શહેરના જળાશયો પાણીથી છલોછલ છે. જેથી અમદાવાદ(Ahmedabad)ની સાબરમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવશે. 

મહત્વનું છે કે, નર્મદા નદી પણ ૧૩૮ મીટરની સપાટીએ છે. જેના વધામણાં કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનાર છે.આ તરફ રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના આદેશ બાદ અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઈડ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર હવે માત્ર આટલી કિંમતમાં મળશે ‘એસી ડિલક્સ રૂમ’

આ સાથે જ પ્લાસ્ટિકના ઉત્પાદન સામે લાલ આંખ કરનાર AMC શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના મિશનની શરૂઆત કરશે. જે અંગે મેયર બિજલબેન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા નદીના વધામણા અમદાવાદમાં પણ કરવામાં આવશે. સાથે જ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news