ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચાર કલાકમાં છ ઇંચ, તાલાલામાં બે ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ


ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી આવી હતી. કોડીનારમાં તો માત્ર ચાર કલાકમાં છ ઇંચ અને તાલાલામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. 
 

 ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચાર કલાકમાં છ ઇંચ, તાલાલામાં બે ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેઘમહેર જોવા મળી છે. અહીં સવારે 10 કલાકથી બપોરે 2 કલાક સુધી એટલે કે માત્ર ચાર કલાકમાં છ ઇંચ અને તાલાલામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો જૂનાગઢ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. કોડીનારમાં તો ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. તો વાવણી કરી લીધા બાદ ધમાકેદાર વરસાદ આવતા ખેડૂતોના પાકને પણ જીવનદાન મલ્યું છે. 

ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી આવી હતી. કોડીનારમાં તો માત્ર ચાર કલાકમાં છ ઇંચ અને તાલાલામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ થઈ ગયા હતા. તો રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.  આ સાથે જ વેરાવળ પંથકના ભેટાડી, રામપરા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો હતો.

વિધાનસભાની 18 સમિતિઓની જાહેરાત, પૂંજા વંશ જાહેર હિસાબ સમિતિના ચેરમેન નિમાયા 

તો જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નદીઓ અને ચેકડેમો, નાના તળાવોમાં નવા નીરની આવક થઈ છે. તો નીચાણ વાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. 

અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થતા ધરતીપુત્રો ખુશ થયા છે. અહીં રાજુલા, માંડરવડી અને વડલી સહિતના ગામોમાં ધોધમાર વરસાડ પડ્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news