ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29%, ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી

અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29%, ફરીથી વિદ્યાર્થીનીઓએ બાજી મારી

અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. 

અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી. 

આ વર્ષે 76.29 ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષની સરખામણી કરતા પરિણામ વધુ સારું આવ્યું છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. 269 શાળાઓની પરિણામ 100 ટકા આવ્યું છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 82.20 ટકા છે જ્યારે કુમાર વિધાથીઓ પરિણામ 70.97 ટકા છે.

સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news