તૌકતેનો વિચિત્ર સર્વે! કેન્દ્રીય ટીમે ખેડૂત માછીમારો સાથે મુલાકાત વગર જ ચાલતી પકડી

ગુજરાતનાં તૌકતે પ્રભાવિત વિસ્તારનાં સર્વે માટે દિલ્હીથી આવેલા કેન્દ્રીય ટીમના સર્વેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યો કોઇ માછીમાર આગેવાનો કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઇ ગઇ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરૂરી માહિતી એકઠી કરી હતી.
તૌકતેનો વિચિત્ર સર્વે! કેન્દ્રીય ટીમે ખેડૂત માછીમારો સાથે મુલાકાત વગર જ ચાલતી પકડી

અમરેલી : ગુજરાતનાં તૌકતે પ્રભાવિત વિસ્તારનાં સર્વે માટે દિલ્હીથી આવેલા કેન્દ્રીય ટીમના સર્વેની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યો કોઇ માછીમાર આગેવાનો કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઇ ગઇ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેક્ટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરૂરી માહિતી એકઠી કરી હતી.

કેન્દ્રીય ટીમના સભ્યોએ આજે અમરેલી જિલ્લાનાં તૌકતે પ્રભાવિત રાજુલાના કોવાયા, જાફરાવાદ, ધારાબંદર વિસ્તારની મુલાકાત કરી હતી. વાવાઝોડાને કારણે દરિયાકાંઠે ખુબ જ નુકસાન થયું છે અને ભારે ખુંવારી સર્જાઇ છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતા રાજ્ય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમોનો મોટો કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કર્યો હતો. 

અમરેલી જિલ્લાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં સર્વે માટે આવેલી કેન્દ્રીય ટીમ સાથે ગુજરાત સરકારના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. અમરેલી કલેક્ટરે જિલ્લામાં થયેલી નુકસાની અંગે ટીમના સભ્યોને બ્રીફ કર્યા હતા. જો કે તેમણે સ્થાનિક આગેવાનો કે ખેડૂતો કે માછીમાર અગ્રણીઓ સાથે મુલાકાત કર્યો જ નહોતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news