સુરતમાં ભૂરી બસનો આતંક : યમરાજની જેમ ગાડી દોડવતા ડ્રાઈવરે પિતા-પુત્રને અડફેટે લીધા, માસુમ દીકરો ત્યાં જ મોતને ભેટ્યો

Surat Bus Accident : સુરતમાં મૃતકના પરિવારે સિટી બસના ડ્રાઈવર પર લગાવ્યા ગંભીર આક્ષેપ.... બસનો ચાલક દારૂના નશામાં હોવાના આરોપ.... આવા બસ ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ

સુરતમાં ભૂરી બસનો આતંક : યમરાજની જેમ ગાડી દોડવતા ડ્રાઈવરે પિતા-પુત્રને અડફેટે લીધા, માસુમ દીકરો ત્યાં જ મોતને ભેટ્યો

Surat News ચેતન પટેલ/સુરત : સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે પરિવારના આશાસ્પદ ધોરણ -11 ના વિધાર્થીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વિધાર્થના મોતના પગલે સ્થળ પર એકઠા થયેલા લોકટોળાએ તાત્કાલિક આ બસ ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં મૃતક વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. મૃતક વિધાર્થીના પરિવારે બસ ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. 

સુરતના બમરોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. 120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માસુમ પુત્રનું મોત નિપજ્યુ છે. બાઈક સવાર પિતા પુત્રને અડફેટે લેતા માસુમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વહેલી સવારે 6:30 કલાકે બનેલી અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દીકરાને શાળા છોડવા જતી વેળાએ બ્લ્યુ બસના ચાલકે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે ચઢાવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી છે. 

સુરત મહાનગરપાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસના ચાલકે ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. જેમાં એક પરિવારના આશાસ્પદ વિધાર્થીનું કરુણ મોત થયું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધના વિસ્તારમાં રહેતા રાજેશભાઇ બારડોલીયાનો પુત્ર ગૌરવ અઠવાલાઇન્સ ખાતેની ખાનગી શાળાના ધોરણ -11 માં અભ્યાસ કરતો હતો. આજ રોજ વહેલી સવારે ગૌરવ નિત્યક્રમ મુજબ મોપેડ લઈ શાળાએ જાવા નીકળ્યો હતો. જે દરમ્યાન ઉધના સ્થિત બમરોલી ખાતે રોડ ક્રોસ કરતી વેળાએ પુરપાટ ઝડપે દોડી આવેલી પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.

ઘટનાના પગલે ભારે લોકટોળુ એકઠું થઈ ગયું હતું. જ્યાં બસ ચાલકને ઝડપી પાડી ઘટનાની જાણ ઉધના પોલીસને કરી હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળે પોહચેલી પોલીસે ચાલકની અટકાયત કરી હતી. જ્યારે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારના આશાસ્પદ પુત્રના મોતને લઈ શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કડક નિયમોનું પણ ચુસ્ત રીતે પાલન કરવા અંગેની માંગ પરિવારે કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news