IPL 2020: જીત બાદ 'વિરાટ એન્ડ કંપની'એ ડ્રેસિંગ રૂમમાં મચાવી ધમાલ, વીડિયો વાયરલ
હૈદ્રાબાદને હરાવ્યા બાદ જ્યારે બેંગલુરૂના ખેલાડી ડ્રેસિંગ રૂમમાં આવ્યા તો તેમની ખુશીનો પાર રહ્યો નહી. ખાસકરીને કેપ્ટન વિરાટ કોહલીની. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પોતાના યૂટ્યૂબ પર ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: આઇપીએલ (IPL 2020)માં રોયલ ચેલેન્જર્સ બેગલુરૂ (RCB) અને સનરાઇઝર્સ હૈદ્વાબાદ (SRH) વચ્ચે યોજાયેલા મુકાબલામાં કોહલી એન્ડ કંપનીએ બધાને ચોંકાવી દીધા. હૈદ્રાબાદને 10 રનથી માત આપીને બેંગ્લોરના ખેલાડીઓએ એ સાબિત કરી દીધું છે કે આ વખતે તેમને હળવાશમાં લેવા કોઇપણ ટીમ માટે ધાતક સાબિત થઇ શકે છે. ત્રણ વર્ષ બાદ આરસીબીએ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી છે અને તેનું મહત્વ કેપ્ટન વિરાટ કોહલી સારી રીતે સમજે છે.
હૈદ્રાબાદને હરાવ્યા બાદ જ્યારે બેંગલુરૂના ખેલાડી ડ્રેસિંગ રૂમમાં આવ્યા તો તેમની ખુશીનો પાર રહ્યો નહી. ખાસકરીને કેપ્ટન વિરાટ કોહલીની. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પોતાના યૂટ્યૂબ પર ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કેપ્ટન કોહલી ખૂબ મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. સાથે ટીમના બીજા ખેલાડી પણ જીતનો જશ્ન મનાવી રહ્યા છે. આ વીડિયોમાં વિરાટ કોહલી શર્ત લેસ પણ જોવા મળી રહ્યા છે અને ખેલાડીઓને શુભેચ્છા આપતાં જોવા મળી રહ્યા છે.
મેચના હીરો રહેલા યુજવેન્દ્ર ચહલને જ્યારે પૂછવામાં આવ્યું કે ગ્રાઉન્ડમાં તેમની રણનીતિ શું હતી. તો તેમણે કહ્યું કે વિરાટ કોહલીએ તેમને ગુગલી બોલ નાખવા માટે કહ્યું હતું. તેમણે ઠીક એ રીતે કર્યું અને શાનદાર બેટીંગ અક્રી રહેલા જોની બેયરસ્ટોને બોલ્ડ આઉટ કર્યા.
તમને જણાવી દઇએ કે હૈદ્રાબાદ અને બેંગલોર વચ્ચે થયેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટીંગ કરતાં પાંચ વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સની ટીમ 19.4 ઓવરમાં 153 રન પર આઉટ થઇ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે