એક ક્લિક પર જુઓ સુરતના સવારના મહત્વના સમાચાર

Updated By: Jun 1, 2021, 08:21 AM IST
એક ક્લિક પર જુઓ સુરતના સવારના મહત્વના સમાચાર
ડાયમંડ કૌભાંડ આચરનાર મીત કાછડિયા ફાઇલની તસવીર
  • સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી લઈને ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડના પાંચ મહત્વના સમાચાર જાણો
  • સુરતમાં 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનારાને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

ચેતન પટેલ/સુરત :સુરતમાંથી 600 કરોડનું ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડ પકડાયું છે. જેમાં હવે કસ્ટમ-ડીઆરઆઈ બાદ ED-IT ની પણ એન્ટ્રી થઈ છે. માર્ચથી મે દરમિયાન કૌભાંડમાં ફરાર મીત કાછડિયાએ 5 કરોડ કમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ આ કૌભાંડમાં કોઈ કસ્ટમના અધિકારીની સંડોવણી હોવાની આશંકા છે. આ અધિકારીએ પણ ત્રણ કરોડ સુધીની કમાણી કરી હોવાની ચર્ચા વ્યાપી છે. 

સુરતમાં બે ખાનગી હોસ્પિટલમાં પેઈડ વેક્સિન શરૂ કરાયું છે. ઓ હોસ્પિટલોમાં વેક્સીન લેવા માટે હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની જરૂર નહિ પડે. હોસ્પિટલો કોવિશિલ્ડના 850 અને કોવેક્સિનના 1100 રૂપિયાનો ચાર્જ લેશે. સુરતની સનસાઈન ગ્લોબલ અને વિનસ હોસ્પિટલે કંપની પાસેથી રસીનો જથ્થો ખરીદ્યો છે, જેના બાદ આ વેક્સીનેશન શરૂ કરાયું છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારીનું નેટવર્ક પકડાયું

સુરતમાં 7 વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરનારાને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્રણ વર્ષ પહેલાં સુરતના માન દરવાજા વિસ્તારમાં બનેલી ઘટનામાં આકરે પીડિતા બાળાને ન્યાય મળ્યો છે. સાથે જ પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે. કકોર્ટે નરાધમ યોગેશ કુંડને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.

સુરતમાં મ્યુકોરમાઇકોસિસના વધી રહેલા કેસ વચ્ચે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. તો સાથે જ નવા પાંચ કેસનો ઉમેરો થયો છે. ગઈકાલે સિવિલમાં વધુ 15 સર્જરી કરાઈ હતી. હાલ 184 દર્દીઓ સારવાર હેઠળ છે. 

આ પણ વાંચો : કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો

સુરતમાં ફાયર સેફ્ટીના સાધનોની ન હોવાને કારણે વધુ 8 હોસ્પિટલ સીલ કરાઈ છે. ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી. ત્રણ દિવસમાં 30થી વધુ હોસ્પિટલ સીલ કરાઈ છે.