સુરતમાં મોટું પગલું, વિધર્મીઓને ગરબામાં આવતા અટકાવવા ID કાર્ડ ચેક કરાશે

Navratri 2022 : સમાજની યુવતીઓ લવ જેહાદની શિકાર ન બને તે માટે પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા જાગૃતિની કામગીરી પણ ચાલી રહી છે. ભૂતકાળમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતની ખોડલધામ સમિતિએ બીડુ ઉપાડ્યું છે

સુરતમાં મોટું પગલું, વિધર્મીઓને ગરબામાં આવતા અટકાવવા ID કાર્ડ ચેક કરાશે

સુરત :હાલ આદ્યશક્તિનો પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિમાં વિધર્મીઓના ગરબામાં આવવાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. અમદાવાદમાં મંગળવારે એક ગરબામાં વિધર્મીઓના આવવાની ઘટના બની હતી. ત્યારે સુરત શક્તિના મહાપર્વ નવરાત્રિમાં મહિલાઓ અને યુવતીઓનો કોઈ ગેરલાભ ન ઉઠાવે. તેમજ લવ જેહાદની કોઈ ઘટના ન બને તે માટે ખોડલધામ સમિતિ એક્શનમાં આવી છે. આ સમિતિએ વરાછામાં નવરાત્રિ ઉત્સવનું આયોજન કર્યું છે. તેમાં શંકાસ્પદ દેખાતા યુવકનું આધારકાર્ડ તાત્કાલિક ચેક કરવામાં આવે છે.

છોકરીઓને લવ જેહાદના શિકાર બનતા અટકાવવા દરેક સમાજ અને હિન્દુ સંગઠનો એક્ટિવ થયા છે. આ ઉદ્દેશથી તાજેતરમાં લવ જેહાદના બનાવને પગલે પાટીદાર સમાજના અગ્રણીઓએ ઘણી વાર ચિંતા વ્યક્ત કરી છે. સમાજની યુવતીઓ લવ જેહાદની શિકાર ન બને તે માટે સમાજના અગ્રણીઓ દ્વારા જાગૃતિની કામગીરી પણ ચાલી રહી છે. ભૂતકાળમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતની ખોડલધામ સમિતિએ બીડુ ઉપાડ્યું છે. 

 29 CCTV કેમેરાથી ચાંપતી નજર 
બીજી તરફ નવરાત્રિના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પાટીદાર સમાજ તકેદારી લઈ રહ્યો છે. નવરાત્રિના આયોજનમાં એક તરફ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ખોડલધામ સમિતિ દ્વારા નવરાત્રિ પંડાલમાં 29 CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. બીજી બાજુ પંડાલમાં આવનારા ખેલૈયા સહિત અન્ય લોકોનું આઈકાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યું છે. 

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ સતત સામે આવી ચૂક્યા છે. ખોડલધામ સમિતિ સુરતના પ્રમુખ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, અમે અગાઉથી જ જનરલ ટિકિટ પાસ આગેવાનોના ગ્રૂપમાં લિસ્ટના આધારે આપ્યા છે. ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની છે, જેમાં હિન્દૂ યુવતી નવરાત્રિ દરમિયાન લવ જેહાદના શિકાર બની છે. આથી અમે પંડાલમાં આવનારા લોકો પાસે ઓળખપત્ર માગી રહ્યા છે, જેથી કોઈ વિધર્મી પંડાલમાં પ્રવેશ મેળવી શકે નહીં. આ વ્યવસ્થા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આની પાછળ 2 કારણ છે. એક તો સુરક્ષા વ્યવસ્થા અને બીજો લવ જેહાદના બનાવ ન બને. આ વ્યવસ્થા કરવા પાછળનું કારણ છે કે, માત્ર વરાછા વિસ્તારમાં જ 12થી 15 કેસો લવ જેહાદ હાથના સામે આવી ચૂક્યા છે.

મહિલાઓની સુરક્ષા માટે પોલીસ એક્શનમાં
કોરોનાના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે ઉત્સાહભેર નવરાત્રિની ઉજવણીના આયોજન માટે પરવાનગી આપવામાં આવી છે. ત્યારે નવરાત્રિને લઈ ખેલૈયોના ઉત્સાહમાં કોઈપણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. સુરતમાં નવરાત્રિના પર્વને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ ટીમ રસ્તા આવી એક્શન કામગીરી કરી રહી છે. દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં અવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓની છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ દ્વારા બ્રિથ એનેલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે. તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાઈ તો તેને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news