કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સને કોઇ તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીની તાકીદ: જયંતી રવિ

 ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે આજની કોરોનાની રાજ્યની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજનાં દિવસમાં કુલ 93 નવા કેસ નોંધાયા છે. જો કે સામે 25 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત 04 દર્દીઓનાં દુખદ મોત નિપજ્યાં છે. નવા કેસમાં હોટસ્પોટ બની ચુકેલા મુખ્ય ચાર શહેરોમાં સૌથી વધારે દર્દીઓ આવ્યા હતા. ખાસ કરીને અમદાવાદમાં 61 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 7 કેસ નોંધાયા હતા. આ પ્રકારે ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1939 પર પહોંચી ગઇ છે. જેમાં સ્ટેબલ 1716 છે જ્યારે 19 લોકો વેન્ટિલેટર પર હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત 131 લોકોને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 71 લોકોનાં મોત થયા છે.
કોરોના સામે લડી રહેલા ફ્રન્ટ લાઇનર્સને કોઇ તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીની તાકીદ: જયંતી રવિ

ગાંધીનગર : ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે આજની કોરોનાની રાજ્યની સ્થિતી અંગે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આજનાં દિવસમાં કુલ 93 નવા કેસ નોંધાયા છે. જો કે સામે 25 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત 04 દર્દીઓનાં દુખદ મોત નિપજ્યાં છે. નવા કેસમાં હોટસ્પોટ બની ચુકેલા મુખ્ય ચાર શહેરોમાં સૌથી વધારે દર્દીઓ આવ્યા હતા. ખાસ કરીને અમદાવાદમાં 61 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 25, વડોદરામાં 7 કેસ નોંધાયા હતા. આ પ્રકારે ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1939 પર પહોંચી ગઇ છે. જેમાં સ્ટેબલ 1716 છે જ્યારે 19 લોકો વેન્ટિલેટર પર હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત 131 લોકોને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 71 લોકોનાં મોત થયા છે.

હાલ હોટ સ્પોટ વિસ્તારમાં માસ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે ગત્ત 24 કલાકમાં 4212 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 196 લોકો પોઝિટિવ આવ્યા હતા અને 4016 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ જ રીતે અત્યાર સુધીમાં કુલ 33316 લોકોનાં ટેસ્ટ થયા છે. જે પૈકી 1939 લોકો પોઝીટીન બાકી અન્ય 31377 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ઉપરાંત કોરોના હેલ્પલાઇન તરીકે જાહેર કરાયેલા 104 નંબર પર 47 હજારથી પણ વધારે ફોન આવ્યા હોવાની માહિતી પણ અગ્ર સચિવે આપી હતી. 

આ ઉપરાંત ફ્રન્ટ લાઇન પર લડી રહેલા રાજ્યનાં પોલીસ કર્મચારી, સફાઇ કર્મચારી અને આરોગ્ય કર્મચારીઓમાં કોરોનાનાં કેસ વધ્યા હોવાના કારણે મુખ્યમંત્રીએ પણ બેઠકમાં આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પણ આ તમામ કર્મચારીઓની મહત્તમ કાળજી રાખવા માટે અપીલ કરી છે. સંવેદનપુર્વક ધ્યાન દઇને જરૂરી તમામ સગવત આપવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત થેલેસેમિયા અને હિમોગ્લોબીનોપથીતી ગ્રસ્ત બાળકોને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news