Corona માં માતા કુમાતા થઇ, પુત્રની આત્મહત્યા છુપાવી બારોબાર કર્યા અંતિમ સંસ્કાર, આ રીતે ફૂટ્યો ભાંડો

કોરોના મહામારીનો ડર હજી પણ લોકોને એટલો જ સતાવી રહ્યો છે. જેની પ્રતીતિ કરતો કિસ્સો અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બન્યો. એક પરિવારે પોતાના પુત્રની આત્મહત્યાની જાણ પોલીસને કર્યા વગર જ અંતિમવિધિ કરી નાખી અને 70 દિવસ બાદ પત્નીએ દહેજ માંગણીની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરતા આખોય મામલો સામે આવ્યો. જો કે નરોડા પોલીસ સ્ટેશન  હાલ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Corona માં માતા કુમાતા થઇ, પુત્રની આત્મહત્યા છુપાવી બારોબાર કર્યા અંતિમ સંસ્કાર, આ રીતે ફૂટ્યો ભાંડો

મૌલિક ધામેચા/અમદાવાદ : કોરોના મહામારીનો ડર હજી પણ લોકોને એટલો જ સતાવી રહ્યો છે. જેની પ્રતીતિ કરતો કિસ્સો અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બન્યો. એક પરિવારે પોતાના પુત્રની આત્મહત્યાની જાણ પોલીસને કર્યા વગર જ અંતિમવિધિ કરી નાખી અને 70 દિવસ બાદ પત્નીએ દહેજ માંગણીની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરતા આખોય મામલો સામે આવ્યો. જો કે નરોડા પોલીસ સ્ટેશન  હાલ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ અને કાયદાની પ્રક્રિયાથી અજાણ નાના ચિલોડા વિસ્તારમાં રહેતો એક પરિવાર એવી ગંભીર ભૂલ કરી બેઠો જેનાથી હવે પરિવારના સભ્યના મોત બાદ પોતે જ આરોપી બન્યા. ઘટના અંગે હકીકત એવી છે કે નરોડા પોલીસ સ્ટેશન એક મહિલા એ ફરિયાદ નોંધાવતા એવી કેફિયત આપી કે તેના પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પણ કોરોના મહામારીને કારણે પોલીસને જાણ કરીશું તો ડેડબોડી નહી મળે તેવા ડરથી પરિવારે મૃતકના આત્મહત્યા અંગેની જાણ પોલીસને કર્યા વગર જ અંતિમવિધી કરી નાંખી. ફરિયાદી સીમાના લગ્ન મૃતક જય સાથે વર્ષ 2014માં થયા હતા. લગ્નના થોડા સમયમાં સાસુ, સસરા અને દિયર સીમાને ત્રાસ આપી દહેજ માંગી  તકરાર કરતા હતા. જેથી પરિણીતા પોતાના પિયરમાં રહેવા લાગી. 

ત્યારે પતિ જય બપોરે ઘરે આવ્યો અને સાસુ જોડે બીજા ઘરની ચાવી માંગી હતી. જે સાસુએ ના આપતા તે ઉપરના રૂમમાં ગયો અને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. જોકે આ બનાવ ની જાણ તમામ ને થઈ પણ પરિવારે આ વાતની જાણ કાનોકાન કોઈને ના થાય તેવું વિચારી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. પરિવારનું માનવું હતું કે હાલના કોરોના મહામારીના સમયમાં આવા કેસોમાં મૃતક જયની  લાશ પણ પરિવારને નહિ મળે તેવા ડરથી પરિવારે પોલીસને જાણ કરી ન હતી. 

જોકે પતિના 13માની વિધિ પતાવી પરિણીતા ફરિયાદી સાડી બદલવા પિયર ગઈ બાદમાં સાસરિયાં હેરાન કરશે તેમ વિચારી પિયરમાં જ રોકાઈ ગઈ. પિયરમાં જ પરિણીતા એ પતિના મૃત્યુના 21માં દિવસે બાળકીને જન્મ આપ્યો. જેથી સાસરિયાં વાળાઓએ પર પરિણીતા પાસે દહેજના રૂપિયાની માંગણી કરતા અને ત્રાસ આપવાનો શરૂ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે સાસરિયાના 4 શખ્સો  વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news