કચ્છના કોળી યુવાનો એવું કામ કર્યું કે સમગ્ર પાટીદાર સમાજ તેમનો રૂણી થઇ ગયો

શાનગઢના કોળી ઠાકોર સમાજના યુવાનની પ્રમાણિકતા જોઇ તમે પણ કહેશો કે કળીયુગ આવ્યો છે જરૂર પણ દરેક જગ્યાએ નહી. રાપર તાલુકાના શાનગઢના કોળી યુવાને પંદર લાખની મતા ભરેલી બેગ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના સમયમા કોઈને લાખો રૃપિયાના દર દાગીના અને રોકડ રકમ ભરેલી બેગ રસ્તામાં મળે એટલે મોટાભાગે લોકોની દાનત બગડી જતી હોય છે. કોઈનેપણ ખ્યાલ ન આવે એમ એક વર્ગએ લઇ લે છે, પરંતુ રાપર તાલુકાના શાનગઢ ગામના કોળી યુવાનને લાખો રૂપિયાના દાગીનાની બેગ મળતાં પરધનને પથ્થર સમજી મૂળ માલિક ફતેહગઢના નારણભાઇ ભ્રાસડિયાને પરત કરી હતી. 
કચ્છના કોળી યુવાનો એવું કામ કર્યું કે સમગ્ર પાટીદાર સમાજ તેમનો રૂણી થઇ ગયો

રાપર : શાનગઢના કોળી ઠાકોર સમાજના યુવાનની પ્રમાણિકતા જોઇ તમે પણ કહેશો કે કળીયુગ આવ્યો છે જરૂર પણ દરેક જગ્યાએ નહી. રાપર તાલુકાના શાનગઢના કોળી યુવાને પંદર લાખની મતા ભરેલી બેગ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના સમયમા કોઈને લાખો રૃપિયાના દર દાગીના અને રોકડ રકમ ભરેલી બેગ રસ્તામાં મળે એટલે મોટાભાગે લોકોની દાનત બગડી જતી હોય છે. કોઈનેપણ ખ્યાલ ન આવે એમ એક વર્ગએ લઇ લે છે, પરંતુ રાપર તાલુકાના શાનગઢ ગામના કોળી યુવાનને લાખો રૂપિયાના દાગીનાની બેગ મળતાં પરધનને પથ્થર સમજી મૂળ માલિક ફતેહગઢના નારણભાઇ ભ્રાસડિયાને પરત કરી હતી. 

યુવાને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. મુંબઈથી લગ્નપ્રસંગે વતન આવેલા નારણભાઇ ભ્રાસડિયા લગ્નપ્રસંગ ઉજવી પરત મુંબઈ જવા ફતેહગઢથી રાત્રે સામખિયાળી રેલવે સ્ટેશન ખાનગી વાહનમાં ગયા હતા. મોડી રાતની ટ્રેન પકડવાની હોવાથી પરિવાર સાથે સામાન લઈ ઉતર્યા ત્યારે ખબર પડી કે એક બેગ ક્યાંક રસ્તામાં પડી ગઈ છે, એમણે તપાસ કરી તો કિંમતી બેગ હતી. મોડી રાતે મોબાઇલની રીંગો ધણધણી ઊઠી. હવે કરવું શું? આ બાજુ રાતના પોતાને ખેતરેથી ભરતભાઇ ભલાભાઈ સાદુર કોળી ઠાકોર પોતાના ટ્રેકટરમાં ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં એક સૂટકેસ પડેલી જોઇ હતી. જેથી તેમણે તે બેગ લઇ લીધી હતી. બેગ ઘરે લઈ જઇ ખોલી તો તેમની આંખો પહોળી થઇ ગઇ હતી. અંદર લાખો રૂપિયાના દાગીના હતા. અંદર એક કાગળ હતો બિલનો એમાં નારણભાઇના નંબર પણ હતો. પળનો વિલંબ કર્યા વગર તુરંત નારણભાઇને ફોન કર્યો હતો. તમારી કોઇ વસ્તુ ખોવાઈ છે? હા... એ બેગ મારી જ છે એમાં કિંમતી દાગીના સાથેની બેગ ખોવાઇ છે. ચિંતા ન કરશો. અમને મારગમાં મળી છે. આવી લઈ જાવ. ફતેહગઢથી નારણભાઇના ભાઇ અને સાથે આગેવાન જીવાભાઇ વાવિયા શાનગઢ ગયા હતા. 

નેક કોળી પરિવારે તરત જ બેગ પરત આપી હતી. પટેલ સમાજના આગેવાનોને ખબર પડતાં મહાદેવભાઇ વાવિયા, રાજુ પટેલ, દેવજીભાઇ ચૌધરી, સહિતના આગેવાનોએ ભરતભાઇ કોળીનું ફતેહગઢ ખાતે જાહેરમાં પટેલ સમાજ તથા ગ્રામજનોવતી સન્માન કર્યું હતું. વાગડમાં ઠેર ઠેરથી શાનગઢવાસી આ કોળી યુવાનને અભિનંદન મળી રહ્યાં છે. ફતેહગઢ લેઉવા પાટીદાર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ફતેહગઢ લેઉવા પટેલ સમાજવાડી ભોજનાલય દ્વારા આ પંદર લાખના દાગીના પરત કરનાર યુવાનને ખૂબ અભિનંદન આપ્યાં હતા. 50 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર આપ્યો હતો. જો કે આ કોળી પરિવારે હાથ જોડી એ પણ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યુવાનનું આજે રાપર કોળી ઠાકોર સમાજવાડી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલ સન્માનના કાર્યક્રમમાં અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ અને સમાજે ભરતભાઈની પ્રમાણિકતાને બિરદાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news