સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર્તાઓને "નાસ્તો-પાણી" ના પૈસા ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી અનુસાર રહેશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રચાર પ્રસાર દરમિયાન કાર્યકર્તાઓને ભોજન અને નાસ્તાપાણી પાછળ પણ ઉમેદવારો ખર્ચ કરતા હોય છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા આ ખર્ચ માટેની નિશ્ચિત રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં ખર્ચ નક્કી કરી દેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકાનાં દરેક વોર્ડનાં ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારોએ ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો છે તેની વિગત જિલ્લા ચૂંટણી અધિકારીને આપવી પડશે. 
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર્તાઓને "નાસ્તો-પાણી" ના પૈસા ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી અનુસાર રહેશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતા જ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રચાર પ્રસાર દરમિયાન કાર્યકર્તાઓને ભોજન અને નાસ્તાપાણી પાછળ પણ ઉમેદવારો ખર્ચ કરતા હોય છે. તેવામાં ચૂંટણી પંચ દ્વારા આ ખર્ચ માટેની નિશ્ચિત રકમની પણ જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રચારમાં ખર્ચ નક્કી કરી દેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકાનાં દરેક વોર્ડનાં ઉમેદવાર માટે 6 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારોએ ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો છે તેની વિગત જિલ્લા ચૂંટણી અધિકારીને આપવી પડશે. 

ચૂંટણી અધિકારી દ્વારા દરેક વસ્તુનાં ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ દ્વારા નિયત મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. જે માટેનું ખર્ચ નિભાવ રજિસ્ટર પણ ઉમેદવારે મેઇનટેઇન કરવાનું રહેશે. જેનું ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવશે. દરેક ખર્ચનો દર નક્કી કરવામાં આવ્યો છે. તે દર પ્રમાણે જ ખર્ચ કરવાનો રહેશે. જો તેમાં ક્રોસચેકિંગ દરમિયાન કોઇ પણ પ્રકારનો ગોટાળો સામે આવશે તો ઉમેદવારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

ચૂંટણી પંચ દ્વારા ખર્ચાની રકમ જાહેર કરવામાં આવી...
આખી ચા 12 રૂપિયા
અડથી ચા 6 રૂપિયા
આખી કોફી 12 રૂપિયા
અડદી કોફી 6 રૂપિયા
એક ગ્લાસ દુધનાં 15 રૂપિયા
ગુજરાતી થાળી 70 રૂપિયા (પુરી અથવા રોટલી શાક દાળભાત, પાપડ સલાડ)
ગુજરાતી થાળી મીઠાઇ અથવા ફરસાણ સાથે 100 રૂપિયા
પુરૂ શાક 40 રૂપિયા
બ્રેડ બટર 20 રૂપિયા
કોર્ન ફ્લેક્સ 1 બાઉલ 25 રૂપિયા
બિસ્કિટ પ્લેટ 20 રૂપિયા
મિનરલ વોટર બોટલ 20 રૂપિયા
બટાકા પૌઆ 20 રૂપિયા
ઉપમા 20 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news