Corona એ શીખવાડ્યો સબક પણ ન સુધર્યા કાળા કારોબારી, બ્રાન્ડેડના નામે નકલીના કારોબારનો પર્દાફાશ

અમદાવાદમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વધુ એક ગેંગ સકંજામાં આવી છે સામાન્ય નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપનીના નકલી સ્ટીકર બનાવી તેલના ડબ્બા પર લગાવી વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ભેળસેળિયું તેલ વેચતા વેપારીઓની ધરપકડ કરી છે. 

Corona એ શીખવાડ્યો સબક પણ ન સુધર્યા કાળા કારોબારી, બ્રાન્ડેડના નામે નકલીના કારોબારનો પર્દાફાશ

આશ્કા જાની, અમદાવાદ:  અમદાવાદ (Ahmedabad) ની નારણપુરા પોલીસે (Naranpura Police) મોટી માત્રામાં તેલના ડબ્બાનો જથ્થો ઝડપ્યો છે. આ તેલના ડબ્બાની કારોબારી નહી પણ ભેળસેળનો મામલો છે. બ્રાન્ડેડ કંપનીના નામે આ ભેજાબાજો નકલી અને ભેળસેળયુક્ત તેલનો કાળો કારોબાર કરતા ઝડપાયા છે. પોલીસ (Police) ને બ્રાન્ડેડ તેલની કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે કેટલાક વેપારીઓ તેમની કંપનીના નામે ભેળસેળયુક્ત ખાદ્યતેલનો કારોબાર કરી રહ્યાં છે. 

પોલીસે આ જ બાતમીન આધારે અમદાવાદ (Amhedabad) ના નારણપુરા વિસ્તારના તિરુપતિ પ્રોવિઝન સ્ટોરમાં રેડ પાડી હતી અને જેમાં બ્રાન્ડેડ કંપનીના અનેક સનફ્લાવર ઓઈલના ડબ્બા પડ્યાં હતા પોલીસે (Police) તપાસ કરતાં આ ડબ્બા નકલી અને ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું અને આ સાથે જ વેપારીની પાંચ નકલી ડબ્બા સાથે અટકાયત કરી લીધી હતી. 

પોલીસે (Police)  આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી કે આ ડબ્બા શૈલેષ મોદી નામના વ્યક્તિ પાસેથી લીધા હતાં. પોલીસે શૈલેષ મોદીને ફોન કરાવડાવી બીજા તેલના ડબ્બાઓ મંગાવ્યા હતાં. અને ફોન કર્યાના થોડા સમય પછી શૈલેષ મોદી અને પ્રવિણ વાઘ નામનો વ્યક્તિ લોડિંગ રિક્ષામાં 11 ડબ્બાઓ લઈ આવતા પોલીસે બંનેને દબોચી લીધા હતા. આરોપીઓ છેલ્લા બે ત્રણ મહિનાથી આ લોકો આ પ્રકારે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ભેળસેળ યુકત ખાદ્ય તેલ વેચતા હતા. ખાસ કરીને આરોપીઓ ખાદ્યતેલમાં સોયાબીનના તેલની ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે. 

આરોપીઓની સંખ્યા આ ત્રણની ધરપકડથી ઓછી ન થઈ પણ વધુ એક નામ સામે આવ્યું હતું. ઓઢવના મહેશ પટેલના નામના વ્યક્તિનું નામ સામે આવ્યું. આ વ્યક્તિએ શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી લઈ શરૂ કરી હતી. પણ તે ખાદ્યતેલની આડમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી અને ભેળસેળયુક્ત તેલ તૈયાર કરતો હતો અને તેલના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના તેલના લોગો સાથેનું સ્ટીકર લગાવી અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓને થોડા નફાની લાલચે વેચાણ કરતો હતો. 

આમ હાલ તો પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ગેંગના સભ્યોને ઝડપી પાડી તેમના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. સાથે જ અન્ય કેટલા વેપારીઓને આ નકલી તેલના ડબ્બા વેચ્યા છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કોપીરાઈટ અને ઠગાઈની કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news