સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પુર્ણ, એકંદરે શાંતિપુર્ણ રીતે સરેરાશ 63 ટકા મતદાન

ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચુક્યું હતું. જે શાંતિપુર્વક સાંજે 6 વાગ્યે પુર્ણ થયું હતું. જો કે સાંજે 6 વાગ્યે જે લોકો મતદાન મથકમાં આવી ગયા હોય તેમને મતદાન કરવા દેવામાં આવશે. સરેરાશ 64 ટકા મતદાન નોંધાયું હતું. જો કે ફાઇનલ આંકડાઓ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા નથી. જે મોડી સાંજે જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ સરેરાશ 64 ટકાની આસપાસ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, 2 માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પુર્ણ, એકંદરે શાંતિપુર્ણ રીતે સરેરાશ 63 ટકા મતદાન

અમદાવાદ : ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચુક્યું હતું. જે શાંતિપુર્વક સાંજે 6 વાગ્યે પુર્ણ થયું હતું. જો કે સાંજે 6 વાગ્યે જે લોકો મતદાન મથકમાં આવી ગયા હોય તેમને મતદાન કરવા દેવામાં આવશે. સરેરાશ 64 ટકા મતદાન નોંધાયું હતું. જો કે ફાઇનલ આંકડાઓ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા નથી. જે મોડી સાંજે જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ સરેરાશ 64 ટકાની આસપાસ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચ જણાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, 2 માર્ચે તમામ પાલિકાઓનું પરિણામ જાહેર થશે.

ડાંગ જિલ્લા પંચાયતમાં સૌથી વધારે સરેરાશ 71 ટકા મતદાન નોંધાયું હતુ. ગુજરાતમાં તાલુકા-જિલ્લા-પાલિકામાં મતદાન પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 62 ટકા મતદાન નોંધાયું છે. 231 તાલુકા પંચાયતમાં સરેરાશ 64 ટકા મતદાન નોંધાયું છે. 31 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે. 81 નગરપાલિકામાં સરેરાશ 58 ટકા મતદાન નોંધાયું છે. જો કે આ વખતે ઉલટો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ ઘણુ ઉંચુ રહ્યું હતું. 

જિલ્લા પંચાયત બાબતે ડાંગ જિલ્લા પંચાયત સૌથી આગળ રહી હતી, અહીં સૌથી વધારે 71% મતદાન નોંધાયું હતું. નગરપાલિકા બાબતે તાપી નગરપાલિકામાં સૌથી આગળ રહી હતી અને અહીં 71% મતદાન નોંધાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 માર્ચે તાલુકા-જિલ્લા-પાલિકામાં મતગણતરી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત 60, તાલુકા પંચાયત 64, શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં હતા. 

જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કે, 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. ઝી 24 કલાક આજે તમને મતદાનનું મહાકવરેજ બતાવી રહ્યું છે અને 2 માર્ચે પરિણામનું સૌથી ઝડપી અને સચોટ પરિણામ બતાવશે. 

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news