આ IPS અધિકારીએ માત્ર 50 રૂપિયામાં કરી CORONA ની સારવાર, લાખોમાં સારવાર કરાવતા લોકો સાવધાન
કોરોના લોકડાઉનમાં જ્યારે આખું વિશ્વ કોરના સામે લડી રહ્યું હતું, ત્યારે ગુજરાત પોલીસ પણ કોરોના કહેર વચ્ચે પોતાની ફરજ પર અડગ હતી ત્યારે ગુજરાત પોલીસની કરાઈ અકાદમીના એસપી હરેશ દુધાતને અમદાવાદમાં કોરના કેસ વધી રહયા હતા, ત્યારે એસપી હરેશ દુધાતને અમદાવાદમાં લોકડાઉનની ખાસ જવાબદારી સોપવા માં આવી હતી. જે તેમણે ત્રણ થી ચાર મહિના સુધી ખુબ જ ઉમદા રીતે પૂર્ણ કરી ત્યાર બાદ સુરતામાં કોરોના કેસ દિવસેને દિવસે વધુ સામે આવતા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : કોરોના લોકડાઉનમાં જ્યારે આખું વિશ્વ કોરના સામે લડી રહ્યું હતું, ત્યારે ગુજરાત પોલીસ પણ કોરોના કહેર વચ્ચે પોતાની ફરજ પર અડગ હતી ત્યારે ગુજરાત પોલીસની કરાઈ અકાદમીના એસપી હરેશ દુધાતને અમદાવાદમાં કોરના કેસ વધી રહયા હતા, ત્યારે એસપી હરેશ દુધાતને અમદાવાદમાં લોકડાઉનની ખાસ જવાબદારી સોપવા માં આવી હતી. જે તેમણે ત્રણ થી ચાર મહિના સુધી ખુબ જ ઉમદા રીતે પૂર્ણ કરી ત્યાર બાદ સુરતામાં કોરોના કેસ દિવસેને દિવસે વધુ સામે આવતા હતા.
(લોકડાઉનનું પાલન માત્ર દંડા દ્વારા નહી પરંતુ લોકજાગૃતી દ્વારા કઇ રીતે કોરોનાથી બચી શકાય તે અંગે જાગૃતી ફેલાવી)
કોરોનાનું સંક્રમણ ઓછું કરવા કરવા માટે એસપી હરેશ દુધાતને ખાસ જવાબદારી સુરતની પણ સોંપવામાં આવી. સુરતમાં પણ તેઓ ત્રણ થી ચાર મહિના સુધી પોતાની ઉમદા કામગીરી કરી અને ફરજ પુરી કરીને પરત ગાંધીનગર કરાઈ ખાતે આવ્યા હતા. થોડાજ દિવસમાં એસપી હરેશ દુધાત અને પત્ની કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના પોઝીટીવ થયો ત્યારે હું ડરી ન ગયો અને મેં સરકારની ગાઈડલાઈન પ્રમાણે મેં કર્યું હતું. 14 દિવસમાં હું સ્વસ્થ થઇ ગયો હતો. હું જ્યારે કરાઈમાં ફરજ પર જ હતો અને કોરોના પોઝિટિવ પણ હતો. મેં કામ કરવાનું બંધ ન કર્યું નહોતું. ફોન અને ઓનલાઈન કામ શરુ રાખ્યું હતું.
(ન માત્ર કોરોનામાં સોંપાયેલી જવાબદારી સફળ રીતે નિભાવી પારિવારિક જવાબદારીઓ પણ એટલી જ સારી રીતે નિભાવી)
મેં હિમ્મતથી કોરોનાનો સામનો કર્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી દવાથી સારું થયું અને મારો કોરોનાનો ખર્ચ માત્ર 50 રૂપિયા જેટલો આવ્યો. સરકારી હોસ્પિટલમાં જ સારામાં સારી સારવાર થઇ છે. અકાદામીનાં બાળકોની સાથે મને પરિવારનાં બાળકોની ચિંતા હતી. અમારા કરાઈ માં પણ કેસ આવ્યા હતા. વધારે પોઝીટીવ ન આવે એ માટે અમે પ્રયાસ કર્યા હતા. હાલમાં એક પણ કેસ પોઝીટીવ નથી. લોકોએ કોરોનાથી બચવા માટે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. પ્લાઝમા થેરાપી વધુમાં વધુ ઉપયોગ કરો મેં પણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે. તહેવાર આપણે સાવચેતી સાથે કરવી ઉજવણી કરવી જોઈએ રોગપ્રતિકારક દવા અને પીણું સમયે સેમયે લેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે