ક્રિકેટર ક્રુણાલ પંડ્યાની પાસે સોનું અને કિંમતી વસ્તુઓ મળવાથી મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ


દુબઈથી આઈપીએલ રમી ક્રુણાલ પંડ્યા આજે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. 
 

ક્રિકેટર ક્રુણાલ પંડ્યાની પાસે સોનું અને કિંમતી વસ્તુઓ મળવાથી મુંબઈ એરપોર્ટ પર પૂછપરછ

મુંબઈઃ ક્રિકેટ ક્રુણાલ પંડ્યા મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આઈપીએલ રમીને દુબઈથી મુંબઈ પરત ફરેલા ક્રુણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો છે. આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના સભ્ય ક્રુણાલ પંડ્યા પાસેથી વધુ માત્રામાં સોનું અને અન્ય કિંમતી વસ્તુ મળી આવી છે. હાલ તેની મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. 

— ANI (@ANI) November 12, 2020

હકીકતમાં ક્રુણાલ પંડ્યા પર તે વાતની શંકા કરવામાં આવી રહી છે કે તેની પાસે નક્કી મર્યાદાથી વધુ સોનું છે. તેની પાસેથી કેટલોક કિંમતી સામાન પણ મળ્યો છે, જેમાં બે સોનાની બંગડી અને મોંઘી ઘડિયાળ સામેલ છે. હાલ કસ્ટમના અધિકારી તેની પૂછપરછ કરી રહ્યાં છે અને ડીઆરઆઈ તે વાતની તપાસ કરી રહી છે કે તેની પાસે જે કિંમતી સામાન મળ્યો છે તેના ડોક્યૂમેન્ટ હાજર છે કે નહીં. 

શું છે ડ્યુટી ફ્રી સોનાની મર્યાદા
એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેતી વ્યક્તિ 50 હજાર પૂપિયા સુધીનું સોનું ભારતમાં ડ્યુટી ફ્રીમાં લઈ આવી શકે છે. તો મહિલાઓને એક લાખ સુધીની છૂટ છે. ડ્યૂટી ફ્રીની શરત માત્ર સોનાના ઘરેણા પર લાગૂ છે. સોનાના સિક્કા અને બિસ્કિટ્સ પર આ ડ્યૂટી ભરવી પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news