ચાંદીપુરા નહીં, સુરતમાં આ રોગના કારણે 6 મહિનાની બાળકી સહિત વધુ 3ના મોત, મચ્યો હાહાકાર

સુરતનાં પાંડેસરામાં આવેલ કૈલાસનગર ખાતે રહેતા સોમેશ સોની ખાનગી કંપનીમાં કામ કરી પત્ની અને સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન સોમેશના 6 મહિનાના પુત્ર રૂદ્રાની તબિયત અસ્વસ્થ્ય હોવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા.

ચાંદીપુરા નહીં, સુરતમાં આ રોગના કારણે 6 મહિનાની બાળકી સહિત વધુ 3ના મોત, મચ્યો હાહાકાર

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ઝાડા, ઉલટી, તાવની બીમારીથી પીડાતા દર્દી સારવાર લેવા આવી રહ્યા છે. શહેરમાં રોગચાળાએ 6 મહિનાની બાળકી સહિત વધુ ત્રણના મોત નીપજ્યા હતા. છેલ્લાં કેટલાક દિવસથી શહેરમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. 

સુરતનાં પાંડેસરામાં આવેલ કૈલાસનગર ખાતે રહેતા સોમેશ સોની ખાનગી કંપનીમાં કામ કરી પત્ની અને સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન સોમેશના 6 મહિનાના પુત્ર રૂદ્રાની તબિયત અસ્વસ્થ્ય હોવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. સ્મીમેરમાંથી રજા આપ્યા બાદ રૂદ્રને ઝાડા ઉલ્ટી થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન રૂદ્રાની તબિયત વધુ લથડતા શુક્રવારે સાંજે મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. 

બીજા બનાવમાં હજીરા વિસ્તારમાં આવેલ મોરા ટેકરા પાસે 26 વર્ષીય સંતોષકુમાર ચમાર ખાનગી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. દરમિયાન છેલ્લા ત્રણેક દિવસથી સંતોષકુમારને તાવની બીમારી હતી, સાથે જ ગુરુવારથી ઝાડ પણ થતા હતા. ત્યારે શુક્રવારે સાંજે તબિયત લથડતા સંતોષકુમારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું.

ત્રીજા બનાવમાં મૂળ ઓરિસ્સા ગંજામના વતની અને હાલ ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં રહેતા 40 વર્ષીય સંતોષ પુરણચંદ ડાકવા મજૂરીકામ કરી પત્ની અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ઘણા સમયથી તબિયત અસ્વસ્થ રહેતી હતી, સાથે જ ગુરુવારે બે-ત્રણ વખત ઝાડા થયા હતા. ત્યારબાદ મિત્ર સંતોષ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેનું મોત થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news