સમગ્ર દેશના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર ખાતે તરવા માટે આવશે, ખાસ છે કારણ...

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની રાજ્ય સરકારો-કેન્દ્રશાસિત પ્રદેશ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે આયોજિત સ્પર્ધા ગાંધીનગરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. ગુજરાતના ર૪ કર્મયોગી તરવૈયાઓ આ આયોજનમાં ભાગ લેશે. મુખ્ય સચિવ પંકજકુમાર સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. ૧૨ રાજ્યો-બે કેન્દ્રશાસિત પ્રદેશ-૬ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના ૨૯૬ સ્વીમર્સ આ સ્પર્ધામાં ભાગ લેશે. 

સમગ્ર દેશના ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર ખાતે તરવા માટે આવશે, ખાસ છે કારણ...

ગાંધીનગર : ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની રાજ્ય સરકારો-કેન્દ્રશાસિત પ્રદેશ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે આયોજિત સ્પર્ધા ગાંધીનગરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. ગુજરાતના ર૪ કર્મયોગી તરવૈયાઓ આ આયોજનમાં ભાગ લેશે. મુખ્ય સચિવ પંકજકુમાર સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. ૧૨ રાજ્યો-બે કેન્દ્રશાસિત પ્રદેશ-૬ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના ૨૯૬ સ્વીમર્સ આ સ્પર્ધામાં ભાગ લેશે. 

દેશની રાજ્ય સરકારો કેન્દ્રશાસિત પ્રદેશો અને રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે યોજાતી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ અંતર્ગત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ-ર૦ર૧-રર ગુજરાતના યજમાન પદે ત્રણ દિવસ માટે ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતના ર૪ તૈરાક કર્મયોગી ભાઇ-બહેનો સહિત આ સ્પર્ધામાં દેશના ૧૨ રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશ અને ૬ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના ૨૯૬ સ્વીમર્સ પોતાનું તરણ કૌશલ્ય દર્શાવશે. 

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ-જી.એ.ડી ની કલ્યાણ શાખા દ્વારા સહ આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર મંગળવાર તા.ર૧ ડિસેમ્બરે સવારે ૧૦-૩૦ વાગ્યે સચિવાલય જીમખાના સેક્ટર-ર૧ના સ્વીમીંગ પૂલ ખાતે કરાવવાના છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ બોર્ડ, નવી દિલ્હીના સહયોગ માર્ગદર્શનમાં આ સ્પર્ધા મંગળવાર તા.ર૧ થી ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે. આ સ્પર્ધાના પ્રારંભ અવસરે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ તથા માર્ગ મકાન સચિવ સંદીપ વસાવા પણ ઉપસ્થિત રહેશે.     આ સ્પર્ધાનું ટેકનિકલ સંચાલન ગુજરાત સ્ટેટ સ્વીમીંગ એસોશિએશન દ્વારા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news