વડોદરા: ભાજપના મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઘડશે ચૂંટણી મેનિફેસ્ટો

ભાજપના રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ અને રાજસ્થાનના ધારાસભ્ય અનીતા સીંઘ વડોદરામાં ભાજપનો મેનિફેસ્ટો બનાવવા માટે મહિલાઓનું સુચન લેવા આવ્યા હતા. જેમાં અનીતા સીંઘે વડોદરા ભાજપ કાર્યલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરી પણ કરી હતી.

વડોદરા: ભાજપના મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઘડશે ચૂંટણી મેનિફેસ્ટો

રવિ અગ્રાવાલ/વડોદરા: ભાજપના રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ અને રાજસ્થાનના ધારાસભ્ય અનીતા સીંઘ વડોદરામાં ભાજપનો મેનિફેસ્ટો બનાવવા માટે મહિલાઓનું સુચન લેવા આવ્યા હતા. જેમાં અનીતા સીંઘે વડોદરા ભાજપ કાર્યલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરી પણ કરી હતી. 

ભાજપ મહિલા મોર્ચા દ્વારા લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં મહિલા મોર્ચા મહિલાઓની વચ્ચે જઈ મેનિફેસ્ટો બનાવવા તેમના સૂચનો મેળવશે. સાથે મહિલાઓ સાથે ખાટલા બેઠક અને ચાય પે ચર્ચા જેવા કાર્યક્રમો પણ કરાશે. માર્ચ મહિનામાં ભાજપની મહિલા મોર્ચા દ્વારા સમગ્ર દેશમાં બાઈક રેલી કાઢવામાં આવશે. આ ઉપરાંત ભાજપ દ્વારા દરેક વિધાનસભા દીઠ બોકસ મુકશે જેમાં મહિલાઓ પોતોના સૂચનો મેનિફેસ્ટો માટે આપી શકશે.

ગોંડલના વરરાજા જાન લઇને પરણવા પહોંચ્યા, કર્યો હતો કંઇક આવો ડ્રેસઅપ

અનીતા સીંઘે કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમને કહ્યું કે, પ્રિયંકા ગાંધી પરિવારમાંથી આવ્યા છે જેથી તેમની સામાન્ય મહિલાઓ પર પકડ નથી. તેમજ ઉતરપ્રદેશમાં લોકો પ્રિયંકા ગાંધીને નહી સ્વીકારે તેવી પણ વાત કરી સાથે જ ગુજરાતમાં કોગ્રેસની વર્કીગ કમિટીની બેઠકને લઈ પણ અનીતા સીંઘે કહ્યું કે, ગુજરાતના લોકો કોગ્રેસને કયારેય નહી સ્વીકારે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news