વડતાલઃ દ્વિશતાબ્દી મહોત્સવ પહેલા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે થઈ જશે સમાધાન

દેવ પક્ષના જ્ઞાનજીવનદાસજીએ આપ્યું મહત્વનું નિવેદન, સમાધાનની દિશામાં વાટાઘાટો ચાલી રહી છે

વડતાલઃ દ્વિશતાબ્દી મહોત્સવ પહેલા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે થઈ જશે સમાધાન

વડતાલઃ વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં છેલ્લા કેટલાય સમયથી ગાદીના મુદ્દે બે પક્ષો વચ્ચે ચાલી રહેલા વિવાદના અંત આવે એવું હવે દેખાઈ રહ્યું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ગાદીના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. હવે દેવ પક્ષના જ્ઞાનજીવનદાસજીએ જણાવ્યું છે કે, આગામી 6 થી 12 નવેમ્બર સુધી વડતાલમાં યોજાનારા વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવ પહેલા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થઈ જશે.

દેવ પક્ષના જ્ઞાનજીવનદાસજીએ વધુમાં જણાવ્યું કે, "અત્યારે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. બંને પક્ષ સમાધાન માટે હકારાત્મક રીતે આગળ વધી રહ્યા છે." 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા દેવ પ્રકાશ સ્વામીએ પણ બંને પક્ષ વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે એવા સંકેત આપ્યા હતા. થોડા દિવસ પહેલા વડતાલ સ્વામીનારાયણ મંદિરના મહંતો, હરિભક્તો અને સંપ્રદાયના અગ્રણી તથા બંન્ને પક્ષના સભ્યોની બેઠક પણ મળી હતી. આથી, વર્ષોથી ચાલી રહેલો ગાદીનો વિવાદ હવે પૂર્ણ થાય તેવી પૂરે પૂરી શક્યતાઓ છે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news