એક તરફી પ્રેમીનું પાગલપન, યુવતીના સ્કૂટીમાં GPS લગાવીને તેની પાસે પહોંચી જતો અને કિસ કરતો

વાપીમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એવો પ્રેમ કર્યો કે, જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. તેમજ યુવતીને પ્રેમસંબંધ નહિ રાખે તો જાનથી મારવાની ધમકી પણ આપી છે. આ ઉપરાંત આ પ્રેમી વારંવાર સ્યુસાઇડની ધમકી આપી ઇમોશનલ અત્યાચાર કરતો હતો. આ પ્રેમીએ તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો. તેણે યુવતીના સ્કુટીમાં GPS લગાવ્યું હતુ, જેથી તે લોકેશન મેળવીને યુવતી જ્યાં હોય ત્યાં પહોંચી જતો અને તેને બળજબરીથી કિસ કરતો.

Updated By: Sep 25, 2021, 08:07 AM IST
એક તરફી પ્રેમીનું પાગલપન, યુવતીના સ્કૂટીમાં GPS લગાવીને તેની પાસે પહોંચી જતો અને કિસ કરતો

નિલેશ જોશી/વાપી :વાપીમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એવો પ્રેમ કર્યો કે, જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. તેમજ યુવતીને પ્રેમસંબંધ નહિ રાખે તો જાનથી મારવાની ધમકી પણ આપી છે. આ ઉપરાંત આ પ્રેમી વારંવાર સ્યુસાઇડની ધમકી આપી ઇમોશનલ અત્યાચાર કરતો હતો. આ પ્રેમીએ તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો. તેણે યુવતીના સ્કુટીમાં GPS લગાવ્યું હતુ, જેથી તે લોકેશન મેળવીને યુવતી જ્યાં હોય ત્યાં પહોંચી જતો અને તેને બળજબરીથી કિસ કરતો.

વાપીમાં કોલેજની એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવકે મિત્રતા કરી હતી. તેના બાદ આ યુવક યુવતીને હેરાન કરવા લાગ્યો હતો. તે યુવતીને જો મળવા નહી આવે તો આપઘાત કરી લેવાની ધમકી આપતો હતો. યુવતીની છેડતી કરી બળજબરીથી કિસ કરતા આ યુવક અંગે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ પણ વાંચો : સુરતમાં 60 વર્ષની વૃદ્ધ મહિલાઓએ સાબિત કર્યું છે કે 'Age is just number...’

વાપીમાં એક પ્રતિષ્ઠિત કોલેજમાં બીબીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીની મિત્રતા થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે થઇ હતી. ત્યારબાદ આ યુવક અવારનવાર તેને ફોન કરતો હતો. થોડા સમય બાદ યુવકે યુવતીને પ્રેમસંબંધ માટે પ્રપોઝ પણ કરી હતી. જેથી યુવતીએ યુવકને તેના માટે ના પાડી હતી. યુવતીએ ના પાડતા જ યુવકે તેને આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં યુવતીએ મજબૂરીમાં હા પાડી હતી. થોડા સમય બાદથી યુવતી તેનાથી દૂર થતા યુવક તેના ઘર નીચે જઇ અવારનવાર ફોન કરી હેરાન કરતો.

જે અંગે યુવકના માતા-પિતાથી વાત કરતા તેઓ યુવતી સાથે ઝઘડો કરતા હતા. 20 સપ્ટેમ્બરે યુવતી સેલવાસથી ભીલાડ થઇ વાપી આવતી હતી. તે સમયે યુવકે તેનો પીછો કર્યો હતો અને તેની સાથે બળજબરીથી શરીર સાથે છેડતી કરી હતી. એટલુ જ નહિ, યુવકે લોકોની સામે યુવતીને કિસ પણ કરી હતી. તેની આ હરકતથી અનેક લોકો એકઠા થઈ જતા યુવક ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ યુવતી હેમખેમ ત્યાંથી સ્કૂટી લઇ ઘરે પહોંચી હતી અને આ અંગે તેણે પોતાના માતાપિતાને જાણ કરી હતી. આ બાદ યુવતીએ ડુંગરા પોલીસ મથકમાં આરોપી અનુભવ વિનોદ જયસ્વાલ (રહે.સનરાઇઝ એપાર્ટમેન્ટ, હરિયા હોસ્પિટલ રોડ, છરવાડા) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર થયેલી દોસ્તી યુવકને ભારે પડી હતી.