વિશ્વામિત્રીના પાણી વડસર ગામમાં ઘૂસ્યા, NDRFની ટીમે કર્યું 28 લોકોનું રેસ્ક્યું
વિશ્વામિત્રી નદીની સપાટી વધતા જ વડસરમાં પાણી ઘુસ્યા છે. વડસર ગામમાં આવેલી કાસા રેસીડન્સીમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસતા અનેક પરિવારો ફસાયા છે. જેમાંથી એસડીઆરએફની ટીમે 28 જેટલા લોકોનુ રેસકયુ કરી તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડયા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વિશ્વામિત્રી નદીની સપાટી વધતા જ વડસરમાં પાણી ઘુસ્યા છે. વડસર ગામમાં આવેલી કાસા રેસીડન્સીમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસતા અનેક પરિવારો ફસાયા છે. જેમાંથી એસડીઆરએફની ટીમે 28 જેટલા લોકોનુ રેસકયુ કરી તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડયા છે.
વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટ થઈ છે. જેના પગલે સૌથી વધુ અસર વડસર ગામને થઈ છે. એસડીઆરએફની ટીમ સાથે ઝી 24 કલાકની ટીમ પણ લોકોના રેસકયુ કરવા માટે પહોચી હતી. રોડ પર 20 થી 25 ફૂટ પાણીમાં રબરની બોટ ચલાવી અમે કાસા રેસીડન્સીમાં પહોચ્યા જયાં લોકોને એસડીઆરએફની ટીમે ઘર છોડી બહાર નીકડવાનુ કહેતા લોકોએ નીકડવાની ના પાડી દીધી હતી. કેમ કે, લોકો પાસે અન્ય કોઈ આશ્રયસ્થાન ન હતુ. એસડીઆરએફના પીએસઆઈએ અમારી સાથે વાતચીત કરી કેવી રીતે જીવના જોખમમાં મુકી રેસક્યુ કરે છે તેની માહિતી આપી હતી.
એસડીઆરએફ ટીમ લોકોને રેસક્યુ કરી લાવી ત્યારે લોકોએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી. ઘરમાંથી લોકો પોતાના સરસામાન સાથે નીકળ્યા હતા. એક પરિવારે તો પોતાનું પાડેલુ કુતરુ પણ એસડીઆરએફની બોટમાં લઈને નીકડયા હતા. તો કાસા રેસીડન્સીમાં રહેતા લોકોએ સાત દિવસ પહેલા જ પુરમાં ઘર છોડયુ હોવાથી અને બીજો કોઈ આશ્રયસ્થાન ન હોવાથી હવે નહિ ઘર નહિ છોડીએ તેમ કહી જીવના જોખમે રહેવાનુ પસંદ કર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે