IND Vs ENG: રાજકોટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં 3 જબરદસ્ત ફેરફાર, 2 ઘાતક ખેલાડીઓની ટીમમાં એન્ટ્રી
રાજકોટમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આ ટેસ્ટ મેચમાં ડોમેસ્ટિક લેવલે જબરદસ્ત પરફોર્મ કરનારા બે ખેલાડીઓની ટેસ્ટમાં એન્ટ્રી થઈ છે. ભારતીય ટીમ આજે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર સાથે ઉતરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
રાજકોટમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આ ટેસ્ટ મેચમાં ડોમેસ્ટિક લેવલે જબરદસ્ત પરફોર્મ કરનારા બે ખેલાડીઓની ટેસ્ટમાં એન્ટ્રી થઈ છે. ભારતીય ટીમ આજે પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર સાથે ઉતરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચમાં ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીતવો એ ભારત માટે ફાયદાકારક બની શકે છે કારણ કે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ કહ્યું કે જો તેમને તક મળત તો તેઓ પણ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેત. બીજી બાજુ રોહિત શર્માએ કહ્યું કે આ પીચ ગત બે મેચ કરતા સારી છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર નિક નાઈટે પણ પીચને સપોર્ટિંગ ગણાવી.
3 ફેરફાર સાથે ઉતરી ભારતીય ટીમ
રાજકોટમાં આજથી શરૂ થયેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ 3 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે આજે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી. જ્યારે ગત ટેસ્ટ મેચ ઈજાના કારણે ગુમાવનાર રવિન્દ્ર જાડેજાની પણ પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ છે. સરફરાઝ ખાનને અનિલ કુંબલેએ ટેસ્ટ કેપ આપી જ્યારે ધ્રુવ જુરેલને પૂર્વ વિકેટકિપર દિનેશ કાર્તિકે ટેસ્ટ કેપ આપી. 25 વર્ષના સરફરાઝે ઘરેલુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 70થી વધુ સરેરાશથી રન કર્યા છે. જ્યારે ધ્રુવ જુરેલના પિતા એક આર્મી મેન છે. તેઓ વર્ષ 1999માં પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. વિકેટકિપર બેટર ધ્રુવ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને તેની પાસે શોર્ટ્સની ઘણી રેન્જ છે. તે ઘરેલુ ક્રિકેટમાં યુપી તરફથી રમે છે.
🚨 Team Update 🚨
4⃣ changes in #TeamIndia's Playing XI for Rajkot
Dhruv Jurel and Sarfaraz Khan are all set to make their Test Debuts 🙌
Follow the match ▶️ https://t.co/FM0hVG5X8M#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/rk1o1dNQMc
— BCCI (@BCCI) February 15, 2024
ભારતીય પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકિપર), ટોમ હાર્ટલે, જેમ્સ એન્ડરસન, રેહાન અહેમદ, માર્ક વુડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે