લગ્નના ચાર જ દિવસમાં પતિએ એવું જોઇ લીધું કે, પત્નીનું માથુ ધડથી અલગ કર્યું અને પછી...

સાણંદ એક અજીબોગરીબ કિસ્સો બની ગયો કદાચ આ દ્રશ્યો જોઈને પણ તમારું હૃદય હચમચી જશે. સમગ્ર હકીકત કંઈક એ મુજબની છે કે, પતિએ જ પોતાની પત્ની હત્યા કરી નાખી છે. પતિ તેની પત્નીનું માથું ધડથી અલગ કરી નાખીને ફરાર થઈ ગયો છે. હાલ સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

Updated By: Nov 26, 2021, 10:08 PM IST
લગ્નના ચાર જ દિવસમાં પતિએ એવું જોઇ લીધું કે, પત્નીનું માથુ ધડથી અલગ કર્યું અને પછી...
પ્રતિકાત્મક તસ્વીર

ઉદય રંજન/અમદાવાદ : સાણંદ એક અજીબોગરીબ કિસ્સો બની ગયો કદાચ આ દ્રશ્યો જોઈને પણ તમારું હૃદય હચમચી જશે. સમગ્ર હકીકત કંઈક એ મુજબની છે કે, પતિએ જ પોતાની પત્ની હત્યા કરી નાખી છે. પતિ તેની પત્નીનું માથું ધડથી અલગ કરી નાખીને ફરાર થઈ ગયો છે. હાલ સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

શું છે સમરસ પંચાયત? જાણો સમરસ પંચાયતને સરકાર આપે છે VIP સગવડ

મૂળ કચ્છ રાપરના રહેવાસી એવા હિતેશ નામના વ્યક્તિએ આજથી ચાર મહિના પહેલા હંસા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ચાર દિવસ અગાઉ જ સાણંદ ખાતે ભાડે મકાન રાખીને રહેવા આવ્યા હતા. પરંતુ હજી તો આ બંને યુગલોના જીવનની શરૂઆત થઈ હતી ત્યાં તો અંત આવી ગયો છે. આવેશમાં આવીને કે પછી બીજા કોઈ અન્ય કારણોસર પતિએ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે. જેના પગલે સમગ્ર સાણંદ વિસ્તારમાં અરેરાટી ભર્યો માહોલ વ્યાપી ગયો છે.

આવી પણ ચોરી હોય? બે ચોરને પોલીસે ઝડપ્યા અને પુછપરછ કરી તો પોલીસ પણ ચોંકી ઉઠી

ખાનગી કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરનારા હિતેશ નામના વ્યક્તિએ ક્રૂરતાની તમામ સીમાડાઓ વટાવી નાંખ્યા છે. હંસા નામની પોતાની પત્નીને કોઈ તિક્ષણ હથિયાર વડે માથું ધડથી અલગ કરી નાખીને મોતને ઘાટ ઉતારી દીધી છે. બીજી તરફ પોલીસ તપાસમાં બનાવ સ્થળના આસપાસના લોકોના નિવેદન લીધા તેમાં જાણવા મળ્યું છે કે, બનાવના થોડા દિવસ એટલે કે ચારેક દિવસથી આ લોકો આ જગ્યા પર રહેવા આવ્યા હતા. ત્યારે પોલીસને પણ બનાવ સ્થળના વિઝીટી દરમ્યાન પરિસ્થિતિ જોતા કમકમાટી ઉઠી ગઈ હતી. પોલીસનું માનવું છે કે, આરોપી પતિએ આ મર્ડર ખૂબ શાંતિપૂર્વક કર્યું છે. પરંતુ હવે બીજા ખુલાસા અને કારણ તો ત્યારે જ ખબર પડશે કે શા માટે આરોપી હિતેશે આ અરેરાટીભર્યું કૃત્ય આ કૃત્ય આચર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube