જૂનાગઢ: વિસાવદરના કાંગસીયાળામાં દીપડાએ આધેડ મહિલાને ફાડીખાધી

સોમવાર મોડી રાત્રે વિસાવદરના કાંગસીયાળા ગામે 52 વર્ષીય શારદાબેન સમજુભાઇ વાવૈયા ઘરમાં એકલા સૂતા હતા. ત્યારે દીપડો ઘરમાં ધૂસી આવ્યો હતો અને તેમને ઉપાડી ગયો હતો. ત્યારબાદ શારદાબેનની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી

જૂનાગઢ: વિસાવદરના કાંગસીયાળામાં દીપડાએ આધેડ મહિલાને ફાડીખાધી

હનિફ ખોખર, જૂનાગઢ: ગીરના જંગલની આસપાસ વન્યપ્રાણીઓના માનવ ઉપરના હુમલાઓની અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. આવી જ એક ઘટના વિસાવદર રેન્જના ગ્રાસ રાઉન્ડની ઘોડાસણ બીટમાં બનાવ બન્યો છે. જેમાં દીપડાએ આધેડ મહિલા પર હુમલો કરતો મહિલાનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવાર મોડી રાત્રે વિસાવદરના કાંગસીયાળા ગામે 52 વર્ષીય શારદાબેન સમજુભાઇ વાવૈયા ઘરમાં એકલા સૂતા હતા. ત્યારે દીપડો ઘરમાં ધૂસી આવ્યો હતો અને તેમને ઉપાડી ગયો હતો. ત્યારબાદ શારદાબેનની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી. જો કે, છેલ્લા દોઢ મહિનામાં દીપડાનાં હુમલામાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા છે.

ત્યારે વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. સાથે સાથે દીપડાનાં હુમલામાં મૃત્યુ પામનાર વ્યકિતને સહાય આપવા માટે પણ વન વિભાગે પ્રક્રિયા હાથ ધરી છે. જોકે દીપડા દ્વારા માનવ પર હુમલોઓ વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news