વાવાઝોડાને લઇ ZEE 24 કલાક પાસે EXCLUSIVE માહિતી! ગુજરાતના આ જિલ્લાઓમાં જાહેર કરાયું રેડ એલર્ટ

Gujarat Weather Forecast :બીપરજોય વાવાઝોડું ગુજરાત ની નજીક આવી રહયું છે જેને લઈ રાજ્ય સરકાર સાથે દરિયા કિનારે આવેલ તમામ જિલ્લાના વહીવટી તંત્ર સજ્જ બન્યા છે ત્યારે જો વલસાડ જિલ્લાની જો વાત કરી એ તો વલસાડ ખાતે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

 વાવાઝોડાને લઇ ZEE 24 કલાક પાસે EXCLUSIVE માહિતી! ગુજરાતના આ જિલ્લાઓમાં જાહેર કરાયું રેડ એલર્ટ

સપના શર્મા/ગાંધીનગર : બિપરજોય વાવાઝોડાને લઇ ZEE 24 કલાક પાસે EXCLUSIVE માહિતી મળી રહી છે. રાહત નિયામક કચેરીએ કયા જિલ્લામાં કેટલા ગામોને વાવાઝોડાની સંભવિત અસર થઇ શકે છે તેની માહિતી એકત્ર કરી છે. જૂનાગઢ, કચ્છ,  જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીના ગામોની માહિતી એકત્ર કરવામાં આવી છે. 

સૌથી વધુ કચ્છના 7 તાલુકા અને ગીર સોમનાથના 6 તાલુકાના સમાવેશ થાય છે.

  • જૂનાગઢમાં 2 તાલુકાના 25 ગામોના 185042 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 kmની નજીક જયારે 22 ગામોના 53066 લોકો 0-10 km અંદરના  એલર્ટ ઉપર
  • કચ્છમાં 7 તાલુકાના 72 ગામોના 203666 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 km ની નજીક  જયારે 48 ગામોના 94143 લોકો  0-10 km અંદરના એલર્ટ ઉપર
  • જામનગરમાં 3 તાલુકાના 22 ગામોના 66541 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 km ની નજીક  જયારે 17 ગામોના 68131 લોકો  0-10 km અંદરના  એલર્ટ ઉપર
  • પોરબંદરમાં 1 તાલુકાના 37 ગામોના 78962 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 km ની નજીક  જયારે 11 ગામોના 28651 ગામો 0-10, km ની અંદરના લોકો એલર્ટ ઉપર
  • દ્વારકામાં 4 તાલુકાના 44 ગામોના 239425 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 km ની નજીક  જયારે 38 ગામોના 44479 લોકો 0-10, km ની અંદરના  એલર્ટ ઉપર
  • ગીર સોમનાથમાં 6તાલુકાના 60 ગામોના 443757 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 km ની નજીક  જયારે 39 ગામોના 144888લોકો 0-10, km ની અંદરના એલર્ટ ઉપર
  • મોરબી માં 2 તાલુકાના 7 ગામોના 10237 લોકો કોસ્ટલ એરિયાથી 0-5 km ની નજીક  જયારે 7 ગામોના 15288 લોકો 0-10, km ની અંદરના એલર્ટ ઉપર

આ સાથે દરેક જિલ્લાઓમાં શેલ્ટર હાઉસની પણ વ્યવસ્થા 
જૂનાગઢમાં 196, કચ્છમાં 220, જામનગરમાં 56, પોરબંદર 140, દેવભૂમિ દ્વારકા 182, ગીર સોમનાથમાં 90 અને મોરબીમાં 31 શેલ્ટર હાઉસની વ્યવસ્થા કરાઈ છે.

મહત્વનું છે કે, બિપરજોય વાવાઝોડાને લઈ વલસાડ ખાતે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRF દ્વારા વલસાડના તિથલ દરિયા કિનારે મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

બીપરજોય વાવાઝોડું ગુજરાત ની નજીક આવી રહયું છે જેને લઈ રાજ્ય સરકાર સાથે દરિયા કિનારે આવેલ તમામ જિલ્લાના વહીવટી તંત્ર સજ્જ બન્યા છે ત્યારે જો વલસાડ જિલ્લાની જો વાત કરી એ તો વલસાડ ખાતે એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. NDRFની ટિમ દ્રારા આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે નિરીક્ષણ કર્યું. સાથે જિલ્લા વહીવટી તંત્ર અને ફાયરની ટીમ બેઠક કરી. 

જિલ્લાની તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. ત્યારે NDRF દ્વારા 28 ગામોના સરપંચો સાથે સંપર્ક સાધ્યા જિલ્લામાં કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો NDRFની ટીમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયાર પૂર્ણ કરી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news