Fruits For Men: પુરૂષોની ઉપરથી નીચે સુધી બધી નસો ખોલી નાખશે આ 5 ફ્રૂટ, દૂર રહેશે આ દુશ્મનો

5 health disease: પુરુષોએ દરેક ઉંમરે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે તેઓએ 5 ફળો ખાવા જોઈએ. જે જરૂરી પોષણ આપવા સાથે રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે. જેના કારણે પુરુષોની શક્તિ વધે છે અને તેમના શરીરના 5 દુશ્મનો દૂર રહે છે.

Fruits For Men: પુરૂષોની ઉપરથી નીચે સુધી બધી નસો ખોલી નાખશે આ 5 ફ્રૂટ, દૂર રહેશે આ દુશ્મનો

Mens Health Tips: પુરુષો તેમના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન આપતા નથી. દોડધામ અને જવાબદારીઓ વચ્ચે ન જાણે કેટકેટલા રોગો શરીરને જકડી લે છે. પુરુષોને હાઈ બ્લડ પ્રેશરનું સૌથી વધુ જોખમ હોય છે. જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક પણ આવી શકે છે.

પુરુષો માટે હેલ્ધી ફ્રૂટઃ 
પુરુષોએ દરેક ઉંમરે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે તેઓએ 5 ફળો ખાવા જોઈએ. જે જરૂરી પોષણ આપવા સાથે રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે. જેના કારણે પુરુષોની શક્તિ વધે છે અને તેમના શરીરના 5 દુશ્મનો દૂર રહે છે.

આ છે પુરુષોના 5 દુશ્મનો
હાર્ટ એટેક અને સ્ટ્રોક
હાર્ટ ફેલ
કિડની ડેમેજ
નસો ડેમેજ થવી
જાતીય સમસ્યાઓ

દાડમમાં પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટ અને નાઈટ્રેટ હોય છે. આ ખાવાથી લોહીનો પ્રવાહ વધે છે અને માંસપેશીઓ સ્વસ્થ બને છે. ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે વર્કઆઉટના 30 મિનિટ પહેલા દાડમનો રસ પીવાથી ચેતાને આરામ મળે છે.

બ્લડ ફ્લો માટે એક્સરસાઇઝ

બીટ
દાડમની જેમ બીટરૂટમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. તેમાં નાઈટ્રિક ઑક્સાઈડ પણ હોય છે, જે ચેતાને આરામ આપે છે અને રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે.

ખાટા ફળો
નારંગી, ગ્રેપફ્રૂટ જેવા સાઇટ્રસ ફળોમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સ હોય છે. જે જ્ઞાનતંતુઓની બળતરા ઓછી કરે છે. લોહીના પ્રવાહને ઝડપી બનાવીને તે હાઈ બીપીને અટકાવે છે અને પુરુષોને ફાયદો થાય છે.

તરબૂચ અને દ્રાક્ષ
તરબૂચની અંદર એક તત્વ હોય છે, જે નસો પહોળી કરે છે અને રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે. એ જ રીતે, દ્રાક્ષમાં એવા ગુણધર્મો છે જે પ્લેટલેટ્સને મદદ કરે છે, જે ગંઠાઈ જવા દેતા નથી અને લોહીના પ્રવાહને ઝડપી રાખે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.  ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે હંમેશા તમારા ડોક્ટરનો સંપર્ક કરો.)

 

પ્રવાસનનો ગઢ : એક બે નહીં ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સાળંગપુર : ગોલ્ડન ટેમ્પલથી પણ ચઢિયાતું દાદાના ધામનું રસોડું, ફોટો જોશો તો હલી જશો
ગુજરાતના આ સ્થળો પર ફરે છે અતૃપ્ત આત્માઓ, જવાની નથી કોઇની હિંમત, ભૂતોનો છે વાસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news