કોરોન વાયરસના 100 દિવસ, WHO એ ટ્વિટ કરી આ વાત

'વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ચીનમાં કોરોના વાયરસ, જેને આજે આપણે કોવિડ 19ના નામે ઓળખીએ છીએ કે પહેલો કેસ નોટિફાઇ કર્યાને આજે 100 દિવસ થઇ ગયા છે.

કોરોન વાયરસના 100 દિવસ, WHO એ ટ્વિટ કરી આ વાત

નવી દિલ્હી: વર્ષ 2019ના અંતિમ દિવસે ચીને જાહેરાત કરતાં જણાવ્યું કે વુહાનમાં ન્યૂમોનિયાના વિચિત્ર કેસ સામે આવ્યા છે, જેનું કારણ જાણી શકાયું નથી. આ પહેલીવાર હતું જ્યારે દુનિયાને આવનાર સંકટ ખબર પડી. આજથી 100 દિવસ બાદ કોવિડ 19 લગભગ દુનિયાના દરેક દેશમાં ફેલાઇ ચૂક્યો છે અને વિશ્વભરમાં લોકો લોકડાઉનમાં રહી રહ્યા છે. જોકે ચીનના વુહાન જે આ બિમારીનું કેંદ્ર માનવામાં આવે છે. હવે ત્યાં જીંદગી પાટા પર આવી રહી છે. 

તેને લઇને આજે 9 એપ્રિલના રોજ ડબ્લ્યૂએચઓ (WHO) ના ડાયરેક્ટર જનરલ ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસએ ટ્વિટ કર્યું. તેમણે કહ્યું કે 'વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ચીનમાં કોરોના વાયરસ, જેને આજે આપણે કોવિડ 19ના નામે ઓળખીએ છીએ કે પહેલો કેસ નોટિફાઇ કર્યાને આજે 100 દિવસ થઇ ગયા છે. લગભગ 1.3 મિલિયન લોકો આ વાયરસથી સંક્રમિત છે અને લગભગ 80 હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ મહામારી સ્વાસ્થ્ય સંકટથી ઘણી વધારે છે અને જરૂરી છે કે સરકારો અને સમાજ બંને તેના પડકારનો સામઓ કરવા સાથે આવે. 

તમને જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 5734 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 166 લોકો આ વાયરસથી સંક્રમણ બાદ મોતને ભેટ્યા છે. જોકે 473 લોકો સાજા થઇ ડિસ્ચાર્જ થયા છે, પરંતુ દેશમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news