ફોટો જોઇને કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બસમાં ઘૂસી 100 ફૂટની પાઇપ, 1નું મોત 11 ઘાયલ

ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી. 

ફોટો જોઇને કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બસમાં ઘૂસી 100 ફૂટની પાઇપ, 1નું મોત 11 ઘાયલ

જયપુર: પાલી જિલ્લામાં જયપુર અમદાવાદ એન-એચ 162 પર સાંડેરાવ ગામ નજીક મંગળવારે સાંજે લગભગ 4.30 વાગે ગેસ પાઇપલાઇન પાથરવાનું કામ કરનાર કંપનીન અધિકારી તથા બસ ડ્રાઇવરની લાપરવાહીની એક મોટો અકસ્માત સર્જાયો હતો. ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી. 

હાઇડ્રો મશીન પર ઝલતી પાઇપ ડ્રાઇવર સીટની પાછળવાળી સીટની બારી તોડીને બસમાં ઘૂસી અને સૌથી પાછળવાળી સીટની બારી તોડીને પાર થઇ ગઇ. જેના લીધે બસમાં બેસેલી એક મહિલાનું ગળુ ધડથી અલગ થઇ ગયું તો એક યુવકનું માથું ફાટી ગયું. બંનેની લાશ નિકાળીને પોલીસે પોસ્ટમોર્ટમ રૂમમાં રાખી છે. 

પોલીસ કહી રહી છે કે શરૂઆતી તપાસમાં અકસ્માત ગેસ પાઇપલાઇન પાથરનાર કંપનીને થયો છે, કારણ કે 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી ભારે પાઇપને હાઇડ્રોમશીનથી કંટ્રોલ કરવી સંભવ નથી અને સુરક્ષાની પુરતી વ્યવસ્થા જરૂરી હોય છે પરંતુ મંગળવારે આવું કશું જ જોવા મળ્યું ન હતું. 

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે હું અમે મારી પત્ની ડ્રાઇવર સાઇડમાં વચ્ચેની સીટ પર બેઠ્યા હતા ત્યારે મોટી પાઇપ બસ સાથે ટકરાઇ. પાઇપ ડ્રાઇવરની પાછળની બારીને ચીરીને પાર કરી ગઇ. મારા સાળાની પત્ની મૈના દેવીનું ગળુ કપાઇ ગયું હતું અને કેટલાક યાત્રીઓ ઘાયલ થયા હતા. 

અન્ય એક યાત્રીએ જણાવ્યું હતું કે દેવલથી વાપી જવા માટે હું બસ બેઠ્યો હતો. સાંડેરાવ પાસે ધડામ દઇને અવાજ આવ્યો અને પાઇપ બસની અંદર કાચ તોડીને ઘૂસી ગઇ. એવું લાગ્યું જાણે બોમ્બ ફૂટ્યો હોય. મારા માથામાં ઇજા પહોંચી છે.  અકસ્માત એટલો ગંભીર હતો કે રૂવાડા ઉભા થઇ ગયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news