Padma Awards 2020: અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ


કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, જોર્જ ફર્નાન્ડિસને પદ્મ વિભૂષણ એવોર્ડ મળશે. 
 

 Padma Awards 2020: અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના અવસર પર અપાતા પદ્મ શ્રી પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ મેળવનારમાં પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલી અને પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું નામ પણ છે. તો પીવી સિંધુ અને મનોહર પર્રિકરનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. ગુજરાતના બાલકૃષ્ણ દોષીનું પણ પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવશે. 118 હસ્તિઓને પદ્મ શ્રી આપવામાં આવશે. જેમાં ગુજરાતના 7 લોકોનો સમાવેશ થાય છે. 

આ લોકોને મળશે પદ્મ વિભૂષણ
જોર્જ ફર્નાન્ડિસ (મરણોપરાંત), અરૂણ જેટલી (મરણોપરાંત), સર અનિરુદ્ધ જુગનાથ, એમસી મેરી કોમ, છન્નૂલાલ મિશ્રા, સુષમા સ્વરાજ (મરણોપરાંત), પેજાવરા મઠના મહંત શ્રી વિશ્વેશા (મરણોપરાંત).

16 વ્યક્તિઓનું પદ્મ ભૂષણથી કરવામાં આવશે સન્માન
મુમતાઝ અલી, સૈયદ મુઆજેમ અલી (મરણોપરાંત), મુજફ્ફર હુસૈન બેગ, અજય ચક્રવર્તી, મનોજ દાસ, બાલકૃષ્ણ દોષી, કૃષ્ણામ્મલ જગન્નાથન, એસસી જમિર, અનિલ પ્રકાશ દોષી, સેરિંગ નંડોલ, આનંદ મહિન્દ્રા, નીલકંઠ રામકૃષ્ણ માધવ મેનન (મરણોપરાંત), મનોહર પર્રિકર (મરણોપરાંત), પ્રો જગદીશ સેઠ, પીવી સિંધુ, વેણુ શ્રીનિવાસન. 

આ સિવાય વિભિન્ન ક્ષેત્રમાં સરાહનીય કામ કરનાર કુલ 188 વ્યક્તિઓનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. તેમાં લંગર બાબાના નામથી જાણીતા જગદીશ લાલ આહુજા, 21 હજાર લાવારિશ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર મોહમ્મદ શરીફ, કાશ્મીરમાં દિવ્યાંગ બાળકો માટે કામ કરનાર જાવેદ અહમદ ટાક, જંગલોના એનસાઇક્લોપિડિયાના રૂપમાં જાણીતા તુલસી ગૌડા સહિત કુલ 118 લોકો સામેલ છે. ગુજરાતના સાત લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

આ હસ્તીઓને મળશે પદ્મ વિભૂષણ

NBT

આ હસ્તીઓને મળશે પદ્મ ભૂષણ

NBT

NBT

118 લોકોને પદ્મ શ્રી

NBT
NBT

NBT

NBT

NBT

ગુજરાતના આ લોકોને મળશે પદ્મ શ્રી એવોર્ડ
ગફુરભાઈ બિલાખિયા (ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ), એચએમ દેસાઈ (લિટરેચર એન્ડ એજ્યુકેશન), સુધિર જૈન (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ), યાઝદી નૌશ્રીવાન (આર્ટ), નારાયણ જોશી કારાયલ (લિટરેચર એન્ડ એજ્યુકેશન), શાહુબુદ્દીન રાઠોડ (લિટરેચર એન્ડ એજ્યુકેશન), ડો. ગૌરદીપ સિંહ (મેડિસિન)નો સમાવેશ થાય છે. 

આ લોકોનું પણ થશે પદ્મ શ્રી એવોર્ડથી સન્માન
જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, જાવેદ અહમદ ટાક, તુલસી ગોડા, સત્યનારાયણ મુંદયૂર, અબ્દુલ જબ્બાર, ઉષા ચૌમાર, પોપટરાવ પવાર, હરેકાલા હઝબ્બા, અરૂણોદય મંડલ, રાધામોહન અને સાબરમતી, કુશલ કોનવાર શર્મા, ત્રિનિતી સાવો, રવિકન્નન, એસ રામકૃષ્ણન, સુંદરમ વર્મા, મુન્ના માસ્ટર, યોગી આર્યન, રાહીબાઈ, સોમા પોપેરા, હિંમત રામ ભાંભૂ, મોઝિ્ઝકલ પંકજાક્ષી. 

ભોપાલ ગેસ દુર્ઘટનાના કાર્યકર્તાને મળ્યો એવોર્ડ
1984 ભોપાલ ગેસ દુર્ઘટનાના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. 14 નવેમ્બર 2019ના તેમનું નિધન થયું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news