ભારતના 46મા CJI રંજન ગોગોઈ: CM પિતાએ એક સિક્કો ઉછાળીને નક્કી કર્યું હતું ભવિષ્ય

જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના 46માં ચીફ જસ્ટિસ તરીકે આજથી કાર્યભાર સંભાળવા જઈ રહ્યાં છે.

ભારતના 46મા CJI રંજન ગોગોઈ: CM પિતાએ એક સિક્કો ઉછાળીને નક્કી કર્યું હતું ભવિષ્ય

નવી દિલ્હી: જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના 46માં ચીફ જસ્ટિસ તરીકે આજથી કાર્યભાર સંભાળવા જઈ રહ્યાં છે. તેઓ દેશના કદાચ પહેલા એવા ચીફ જસ્ટિસ હશે જેમના પિતા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના પિતા કેશવચંદ્ર ગોગોઈ આસામના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રંજન ગોગોઈ અને તેમના મોટા ભાઈ જ્યારે શાળાએ જવા લાયક થયા ત્યારે તેમના પિતાએ  કહ્યું કે તે બંનેમાંથી કોઈ એક જ ગોલપાડાની સૈનિક શાળામાં પ્રવેશ લઈ શકે છે. આ માટે સિક્કો ઉછાળીને નક્કી કરાયું કે બંને ભાઈઓમાંથી કોણ સૈનિક શાળામાં પ્રવેશ લેશે. પરિણામ તેમના મોટા ભાઈ અંજનના પક્ષમાં રહ્યું. આથી અંજન આર્મી શાળામાં ગયા અને ત્યારબાદ એર માર્શલ બન્યાં. 

UPSCની પરીક્ષા પાસ કરી
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ત્યારબાદ રંજન ગોગોઈએ ડિબ્રુગઢના ડોન બોસ્કો શાળામાં પ્રવેશ લીધો અને પછી દિલ્હીની સેન્ટ સ્ટીફેન્સમાંથી ઈતિહાસમાં ડિગ્રી લીધી. ત્યારબાદ પિતાની ઈચ્છાનું સન્માન કરતા તેમણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી અને તેમાં સફળ રહ્યાં. પરંતુ તેમણે પિતાને ખુબ પ્રમાણિકતાથી કહ્યું કે તેઓ કાયદાની ડિગ્રી લઈને તે દિશામાં પોતાની કેરિયર બનાવવા માંગે છે. 

18 નવેમ્બર 1954ના રોજ તેમનો જન્મ થયો હતો. પાંચ ભાઈ બહેનોમાં તેમનો બીજો નંબર છે. રંજન ગોગોઈ 1978માં બાર કાઉન્સિલ સાથે જોડાયા અને ગુવાહાટી હાઈકોર્ટમાં વકિલાત શરૂ કરી. 2001માં તેઓ સ્થાયી જજ બન્યાં. તેના 10 વર્ષ બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યાં. 2012માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બન્યાં. ચીફ જસ્ટિસ બન્યા બાદ તેઓ 17 નવેમ્બર 2019 સુધી આ પદ પર રહેશે. નોર્થ ઈસ્ટમાંથી દેશના ચીફ જસ્ટિસ બનનારા તેઓ પહેલા ન્યાયાધીશ હશે. 

પડકારો
સુપ્રીમ કોર્ટના ત્રણ વરિષ્ઠ જજો ન્યાયમૂર્તિ જે.ચેલમેશ્વર, મદન બી લોકુર અને કુરિયન જોસેફની સાથે ન્યાયમૂર્તિ ગોગોઈએ જાન્યુઆરીમાં પરોક્ષ રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ ન્યામૂર્તિ દીપક મિશ્રા દ્વારા ન્યાયાધીશોના મામલાઓની ફાળવણી પર સવાલો ઉઠાવ્યાં હતાં. ચીફ જસ્ટિસ બન્યા બાદ જસ્ટિસ રંજન ગોગોઈની સામે અયોધ્યા મામલાની પતાવટ કરવી એ એક મોટો પડકાર રહેશે. આ ઉપરાંત પેન્ડિંગ કેસોની પતાવટ પણ જસ્ટિસ ગોગોઈ માટે મોટો પડકાર બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news