કોંગ્રેસને મળેલા ડોનેશનમાં 5 ગણો વધારો, સૌથી વધુ 55 કરોડ રૂપિયા કોણે આપ્યા તે જાણો
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસને જે આઘાત લાગ્યો છે તેમાંથી તે હવે ધીરે ધીરે બહાર આવતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પાર્ટીના ડોનેશનમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી મુજબ ચૂંટણી વર્ષ (2018-19)માં કોંગ્રેસને ગત વર્ષ (2017-18)ની સરખામણીમાં વધુ ડોનેશન મળ્યું છે. 2017-18ની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસના ચૂંટણી ફંડમાં 5 ગણાનો વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2017-18ના 26 કરોડની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસને 146 કરોડ રૂપિયા ડોનેશન તરીકે મળ્યા છે. કોંગ્રેસે 57 પાનાનો આ અંગેનો એક રિપોર્ટ ચૂંટણી પંચને મોકલ્યો છે.
જુઓ LIVE TV
જો કે ભાજપની સરખામણીમાં કોંગ્રેસ હજુ પણ ઘણી પાછળ છે. ભાજપે હજુ સુધી 2018-19નો રિપોર્ટ ચૂંટણી પંચને સોંપ્યો નથી. પરંતુ વર્ષ 2017-18 (ગત વર્ષ)માં ભાજપને 1027 કરોડનું ડોનેશન મળ્યું હતું. કોંગ્રેસને પાર્ટીના નેતાઓએ પણ ડોનેશન આપ્યું હતું. જે મુજબ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ, મનિષ તિવારી, સુષ્મિતા દેવ, દિગ્વિજય સિંહ, કુમારી શૈલજાથી માંડીને અનેક નેતાઓએ ડોનેશન આપ્યું હતું.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ 54,000, કપિલ સિબ્બલે 1,00,000 લાખ રૂપિયા, સુષ્મિતા દેવે 2,00,000 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. કોંગ્રેસના 146 કરોડના ડોનેશનમાં સૌથી વધુ 55 કરોડ રૂપિયા ધી પ્રોગ્રેસિવ ઈલેક્ટ્રોલ ટ્રસ્ટે આપ્યું છે. આ બધુ ડોનેશન 20,000 રૂપિયા કરતા વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે