ભાડાના મકાનમાં રહેતા લોકો માટે Aadhaar અંગે મહત્વના ન્યૂઝ, ખાસ જાણો 

આજકાલ નોકરીથી લઈને ઘરનો સામાન લાવવા અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર હોય છે. જો તમારા આધાર કાર્ડમાં હજુ પણ ખોટું નામ, એડ્રસ અને જન્મતિથિ હોય તો તમે હજુ પણ તેને સુધારી શકો છો. UIDAIએ જણાવ્યું કે હવે તમે રેન્ટ એગ્રીમેન્ટની મદદથી પણ આધારમાં એડ્રસ અપડેટ કરાવી શકો છો. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ભાડા કરારથી એડ્રેસ ચેન્જ કરાવી શકો...

Updated By: Feb 9, 2020, 11:32 AM IST
ભાડાના મકાનમાં રહેતા લોકો માટે Aadhaar અંગે મહત્વના ન્યૂઝ, ખાસ જાણો 

નવી દિલ્હી: આજકાલ નોકરીથી લઈને ઘરનો સામાન લાવવા અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડની જરૂર હોય છે. જો તમારા આધાર કાર્ડમાં હજુ પણ ખોટું નામ, એડ્રસ અને જન્મતિથિ હોય તો તમે હજુ પણ તેને સુધારી શકો છો. UIDAIએ જણાવ્યું કે હવે તમે રેન્ટ એગ્રીમેન્ટની મદદથી પણ આધારમાં એડ્રસ અપડેટ કરાવી શકો છો. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ભાડા કરારથી એડ્રેસ ચેન્જ કરાવી શકો...

UIDAIએ ટ્વીટ કરીને આપી જાણકારી
UIDAI સમયાંતરે આધારમાં નવી નવી અપડેટ લઈને આવે છે. હાલમાં જ UIDAIએ ટ્વીટ કરીને જણાવ્યું કે હવે તમે તમારા રેન્ટ એગ્રીમેન્ટથી પણ આધારમાં એડ્રસ અપડેટ કરાવી શકો છો. જો તમે રેન્ટ એગ્રીમેન્ટની મદદથી તમારા આધારમાં સરનામું અપડેટ કરાવો તો તેના માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. 

એક જ નામ હોવું જોઈએ
UIDAIએ પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી જણાવ્યું છે કે જો રેન્ટ એગ્રીમેન્ટની મદદથી આધારમાં એડ્રસ અપડેટ કરાવવા માંગતા હોવ તો તે માટે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે રેન્ટ એગ્રીમેન્ટ જેના નામ પર હોય, તે જ નામ આધારમાં પણ હોવું જોઈએ. જો બંને ડોક્યુમેન્ટમાં અલગ અલગ નામ હશે તો તમે તેને અપડેટ કરાવી શકશો નહીં. 

રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ હોવું જોઈએ
આ સાથે જ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે આ રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ હોવો જોઈએ. જો તમારો રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ નહીં હોય તો તમે એડ્રસ અપડેટ કરાવી શકશો નહીં. 

જુઓ LIVE TV

કોઈ પણ સભ્ય કરાવી શકે અપડેટ
આ ઉપરાંત જો તમે પરિવારના કોઈ પણ સભ્યના આધારમાં એડ્રસ અપડેટ કરાવવા માંગતા હોવ, જેનું નામ એગ્રીમેન્ટમાં ન હોય તો તમારે તે માટે વેલિડેશન લેટર સર્વિસનો ઉપયોગ કરવો પડશે. આ સર્વિસ હેઠળ એડ્રસ અપડેટ કરાવનારા વ્યક્તિને સંસ્થાન તરફથી એક લેટર મોકલાય છે. આ લેટરમાં તમને વેલિડેશન માટે એક કોડ અપાય છે. આ પ્રોસેસ પૂરી થયા બાદ તમારું આધાર અપડેટ થાય છે. 

સેવા કેન્દ્ર પર જઈને પણ કરાવી શકો છો અપડેટ
આ ઉપરાંત તમે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જઈને પણ આધારમાં અપડેટ કરાવી શકો છો. અહીં તમે સરળતાથી આધાર માટે અરજી કરી શકો છો. ત્યારબાદ તમને એનરોલમેન્ટ નંબર અપાશે. આ નંબરની મદદથી તમે તમારા આધારને ટ્રેક કરી શકો છો. આધાર અરજી કર્યાના 90 દિવસની અંદર તમારો આધાર તમારા સરનામે પહોંચી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...