'BJP સોનાર બાંગ્લા બનાવવા માંગે છે, મમતા બેનર્જી ઇચ્છે છે કે તેમના ભત્રીજા મુખ્યમંત્રી બને'

બિહાર વિધાનસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું વોટિંગ બાકી છે અને ચૂંટણી પરિણામ આવવામાં માત્ર 4 દિવસ બાકી છે. આ વચ્ચે ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ચાણક્ય કહેવાતા અમિત શાહ (Amit Shah)એ પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિજયનો પરચમ લહેરાવવાનું મિશન શરૂ કર્યું છે.
'BJP સોનાર બાંગ્લા બનાવવા માંગે છે, મમતા બેનર્જી ઇચ્છે છે કે તેમના ભત્રીજા મુખ્યમંત્રી બને'

કોલકાતા: બિહાર વિધાનસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું વોટિંગ બાકી છે અને ચૂંટણી પરિણામ આવવામાં માત્ર 4 દિવસ બાકી છે. આ વચ્ચે ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ચાણક્ય કહેવાતા અમિત શાહ (Amit Shah)એ પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિજયનો પરચમ લહેરાવવાનું મિશન શરૂ કર્યું છે.

ગૃહ મંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરતા પહેલા તેઓ કોલકાતાના દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા. તે દરમિયાન તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા.

અમિત શાહે મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, મહાપુરૂષોના રાજ્યમાં તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે, પંરતુ બંગાળ પોતાનું ફરીથી ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કરે. પત્રકારોને સંબોધિત કરતા તેમણે કહ્યું 2010માં ખૂબ ઉત્સાહ સાથે માતા, માટી અને માનુષની સાથે બંગાળની જનતાએ પરિવર્તન કર્યું હતું, પરંતુ અહીં તુષ્ટિકરણ અને તાનાશાહીની રાજનીતિ ચાલી રહી છે.

બંગાળને પરિવારવાદ જોઈએ અથવા વિકાસવાદ
શાહે કહ્યું, હવે બંગાળની જનતાએ નક્કી કરવાનું છે કે, પરિવારવાદ જોઇએ અથવા વિકાસવાદ. ભાજપ બંગાળને વિકાસના માર્ગ પર લઇ જવા માંગે છે, પરંતુ મમતા બેનર્જી તેમના ભત્રીજાને ભવિષ્યમાં મુખ્યમંત્રી બનાવવા માંગે છે. મમતા બેનર્જીએ તંત્રનું રાજનીતિકરણ કર્યું છે. રાજનીતિનું અપરાધીકરણ કર્યું છે. બંગાળમાં ત્રણ કાયદા છે, તેમના ભત્રીજા માટે, વોટ બેંક માટે, લોકો માટે. દીદી હવે ખાડા ભરવાથી કઇ નથી થતું, જનતાનો વિશ્વાસ ખાડામાં ગયો છે.

બંગાળની જનતાને નિરાશા હાથ લાગી
તેમણે કહ્યું, રાજ્યની મુખ્યમંત્રી અપેક્ષાઓ પૂરા કરવામાં નિષ્ફળ ગયા. અપેક્ષા, આકાંક્ષા, આશા બધુ જ નિરાશામાં બદલાઈ ગયું. હું જ્યાં જ્યાં ગયો, મમતા સરકાર વિરૂદ્ધ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. માત્ર ભાજપ આને ઠીક કરી શકે છે.

અમિત શાહે કહ્યું- એકવાર તક આપો
ગૃહ મંત્રીએ કહ્યું, હું બંગાળની જનતાને આશ્વસ્ત કરવા ઇચ્છું છું કે, એકવાર તક આપો, બંગાળને સોનાર બંગાળ બનાવી દઇશું. તમે કોંગ્રેસ, કમ્યુનિસ્ટ અને TMCને તક આપી છે. એકવાર ભાજપને તક આપી જુઓ.

બંગાળનો વિકાસ અમારું લક્ષ્ય
અમિત શાહે કહ્યું, અમારું લક્ષ્ય સ્પષ્ટ છે કે, બંગાળનો વિકાસ થયા, દેશની સીમાઓ સુરક્ષિત થયા, બંગાળની અંદર ઘુસણખોરી રોકાય. TMC અને દીદીનું એકમાત્ર લક્ષ્ય છે કે, આગામી ટર્મમાં ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવો છે.

તેમણે ક્યું કે, મે બાદ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આવશે કેમ કે, મે બાદ ભાજપની સરકાર બનશે. 200થી વધારે બેઠકો સાથે ભાજપની સરકાર બનાવવા જઈ રહ્યું છે. તૃણમૂલનું શાસન પુરૂ થવા જઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news