રથયાત્રામાં અવરોધ બનશે મમતા બેનર્જી, ભાજપ કરશે કોર્ટમાં ફરિયાદ
પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયની સામે ભારતીય જનતા પાર્ટી ઉચ્ચ અદાલતમાં જશે અને સરકારના આ નિર્ણયની સામે પાર્ટીએ રસ્તા પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
કોલકાતા: ર'રથ યાત્રા' માટે પરવાનગી આપવાનો ઇનકાર કરવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયની સામે ભારતીય જનતા પાર્ટી ઉચ્ચ અદાલતમાં જશે અને સરકારના આ નિર્ણયની સામે પાર્ટીએ રસ્તા પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ભાજપના રાજ્ય એકમ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે પાર્ટી નેતાઓએ અન્ય પદાધિકોરીઓ અને રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્ર યાદવની સાથે રવિવારે બઠક કરી જેમાં ભવિષ્યની વ્યૂહરચના પર ચર્ચા થઇ.
ઘોષે કહ્યું કે, આ નિર્ણયન સામે અમે ઉચ્ચ અદાલતમાં જઇશું. રાજ્ય સરકાર અમારા રાજકીય કાર્યક્રમ માટે પરવાનગી આપવાનો કેવી રીતે ઇનકાર કરી શકે છે? વિરોધમાં અમે રાજ્યવ્યાપી પ્રદર્શન કરીશું અને રાજ્યપાલ કેએન ત્રિપાઠી સાથે મુલાકાત કરી ટીએમસી સરકારની સામે ફરિયાદ નોંધાવીશું. મમતા બેનર્જી નીત સરકારે ગુપ્ત રિપોર્ટના હવાલા આપતા પ્રસ્તાવિત રથયાત્રાને પરવાનગી આપવાનો શનિવારે ઇનકાર કર્યો કે જે વિસ્તારમાં પાર્ટી રેલી યોજવાની યોજના બનાવી રહી છે ત્યાં સાંપ્રદાયિક હિંસાની શક્યતા છે.
કોલકાત ઉચ્ચ અદાલતની ખંડપીઠએ 7 ડિસેમ્બરે મુખ્ય સચિવ મલય ડે, ગૃહ સચિવ અત્રી ભટ્ટાચાર્ય અને પોલીસ માહનિદેશક વીરન્દ્રએ આદેશ કર્યો કે ભાજપાના ત્રણ પ્રતિનિધિઓની સાથે બેઠક કરો અને યાત્રા પર નર્ણય કરો. રાજ્ય સરકારે ઘોષના લખેલા પત્રમાં ગુપ્ત રિપોર્ટના હવાલા આપતા કહ્યું કે કેટલાક જિલ્લામાં સાંપ્રદાયિક એજેન્ડા સાથે આરએસએસ, બજરંગ દળ અને વિએચપી જેવા સંગઠનો યાત્રામાં સામેલ થશે.
આ વતાની ઘણી આશંકા છે કે યાત્રા દરમિયાન અને ત્યાર બાદ શાંતિ ભંગ થશે. ભાજપાના લોકતંત્ર બચાઓ અભિયાન અંતર્ગત તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ સ્થાનોથી ત્રણ રથોને લીલી ઝંડી દેખાડવાના હતા. તેમને રાજ્યમાં 22 લોકસભા સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. યાત્રાની સમાપ્તિ પર પાર્ટીએ કોલકાતામાં મોટી રેલી આયોજિત કરવાની યોજના બનાવી છે.
(ઇનપુટ ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે