પટનાઃ રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરના પંખા તાર સાથે ટકરાય તૂટી ગયા, કેન્દ્રીય મંત્રી સુરક્ષિત

 રવિશંકર પ્રસાદની સાથે બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડેય અને જલ સંશાધન મંત્રી સંજય ઝા પણ હેલિકોપ્ટરમાં સવાર હતા. ત્રણેય નેતા જે હેલિકોપ્ટરમાં સવાર હતા, તે હેલિકોપ્ટરના પંખા એરપોર્ટ નિર્માણમાં લાગેલા એસવેસ્ટસની ઉપર તાર સાથે ટકરાયા હતા.
 

પટનાઃ રવિશંકર પ્રસાદના હેલિકોપ્ટરના પંખા તાર સાથે ટકરાય તૂટી ગયા, કેન્દ્રીય મંત્રી સુરક્ષિત

પટનાઃ બિહારની રાજધાની પટનાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે પટના એરપોર્ટ  (Patna Airport)ના સ્ટેટ હેંગર પર મોટી દુર્ઘટના થઈ છે, જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ માંડ-માંડ બની ગયા છે. જાણવા મળ્યું કે, રવિશંકર પ્રસાદ બિહાર ચૂંટણી  (Bihar Assembly Election 2020) માટે રાજ્યમાં પ્રચાર કરીને પરત આવ્યા હતા. 

પટના એરપોર્ટ ઓથોરિટી પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર, રવિશંકર પ્રસાદની સાથે બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડેય અને જલ સંશાધન મંત્રી સંજય ઝા પણ હેલીકોપ્ટરમાં સવાર હતા. ત્રણેય નેતા જે હેલીકોપ્ટરમાં સવાર હતા, તે હેલિકોપ્ટરના પંખા એરપોર્ટ નિર્માણમાં લાગેલા એસવેસ્ટસની ઉપર તાર સાથે ટકરાયા હતા. ત્યારબાદ હેલિકોપ્ટરના ચારેય પંખા તૂટી ગયા હતા. હકીકતમાં બધા ચૂંટણી પ્રચાર બાદ પરત ફરી રહ્યાં હતા ત્યારે હેલીકોપ્ટરના પંખા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. 

— ANI (@ANI) October 17, 2020

ઘટના આજે સાંજની છે, જ્યારે પ્રસાદ ચૂંટણી પ્રચાર બાદ પટના પરત ફર્યા હતા. આ દરમિયાન હેલીકોપ્ટરના પંખા નિર્માણ સ્થળ પર તાર સાથે ટકરાયા, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પંખા તૂટી ગયા છે. પરંતુ આ દુર્ઘટના પહેલા કેન્દ્રીય મંત્રી અને અન્ય નેતા ઉતરી ગયા હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news